સુરત કોર્ટમાં આતંકી હુમલો થવાનો હતો? પકડાયેલી મહિલા આતંકીએ કર્યો ચોંકાવનારો દાવો
Surat Court Terroris Attack Threat : આતંકી સુમેરાબાનુ સુરત કોર્ટમાં આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હોવાની વાતનો ખુલાસો બાદ કોર્ટમાં બોમ સ્કોડ સાથે ચેકિંગ
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : આતંકી સુમેરાબાનુ સુરત કોર્ટમાં આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હોવાની વાતનો ખુલાસો થતા સુરત પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ કોર્ટમાં પહોંચી હતી. કોર્ટના મુખ્ય પાર્કિંગ ગેટથી લઈ કોટી સમગ્ર બિલ્ડિંગમાં તપાસ શરૂ કરી છે. ઉચ્ચ અધિકારી પણ તપાસમાં લાગ્યા હતા.
ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલી સુરતની સુમેરાના ઇન્ટ્રેગ્રેશન દરમિયાન પોલીસે દાવો કર્યો હતો કે તેણી સુરતની કોર્ટમાં ફિદાઇન હુમલો કરવાની હતી. અને આ માટે જજ અને વકીલોની પણ રેકી કરી હતી. ખુલાસો બાદ સુરત ડિસ્ટ્રીક્ટ જજ અ્ને બાર એસો.ના હોદ્દેદારો વચ્ચે મિટિંગ મળી હતી અને તેમાં કોર્ટ પરિસરમા સુરક્ષા ઘેરો મજબૂત કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. આ સાથે જ મેટલ ડિટેક્ટર મૂકી દેવામાં આવ્યું છે. બીજી બાજુ આજે કોર્ટમાં આજે ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો કોર્ટ ખાતે પહોચ્યો હતો. ડોગ અને બોમ્બ સ્કવોડ સાથે કોર્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ તો કંઈ શંકાસ્પદ મળ્યું નથી.
આજે વાવાઝોડામાં ક્યાંય પણ ફસાઓ તો આ નંબર પર સંપર્ક કરજો, તરત મદદ મળશે
જીવનમાં 25-30 વાવાઝોડા જોનાર રામજી મંદિરના પૂજારીએ કર્યો બિપોરજોય વિશે મોટો દાવો
જોકે હવેથી કોર્ટની સુરક્ષમાં વધારો કરી દેવામાં આવ્યો છે. કોર્ટમાં હવે પોલીસ જવાનો પણ કેમ્પસમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને કોઇને પણ શંકાના આધારે ચેક કરી શકશે. પછી ભલે તે વકીલ કેમ ન હોય. હવે કોર્ટના મુખ્ય ગેટ પર બે હથિયારધારી પોલીસ કર્મી હાજર છે. સાથે જ મુખ્ય ગેટ પર બે મેટલ ડિટકટર મૂકવામાં આવ્યા છે. અને પોલીસ જવાનો કેમ્પસમાં ઊભા રાખવામાં આવ્યા છે અને જે વ્યકિત શંકાસ્પદ જણાઈ તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
હુમલાની આશંકાને પગલે સુરત કોર્ટમાં તાબડતોબ મેટલ ડિટેક્ટર મૂકી દેવાયુ હતું. જે કોઇને પણ શંકાના આધારે ચેક કરી શકશે, પછી ભલે તે વકીલ કેમ ન હોય. હવે કોર્ટના મુખ્ય ગેટ પર બે હથિયારધારી પોલીસ કર્મી હાજર રહેશે.
ખતરો વધુ નજીક આવ્યો : વાવાઝોડું આઉટર લાઈનને ટચ થયું, સાંજે આ સમયે ગમે ત્યારે આવશે
Cyclone Biporjoy: આવી રહેશે વાવાઝોડાની ટકરાવાની પેટર્ન, અઢી-ત્રણ કલાક ટકરાતું રહેશે