સુરત : સુરતનાં પાલના ગ્રીન સીટી ટાવરમાં લિફ્ટ તુટવાની ઘટના સામે આવી છે. 12 A નંબરના બિલ્ડિંગમાં લિફ્ટ તુટવાની ઘટના સામે આવી છે. 5માં માળે લિફ્ટ હતી તે સમયે ઓવરલોડિંગનાં કારણે ધડાકાભેર તુટી પડી હતી. લિફ્ટ તુટી પડતા સમગ્ર બિલ્ડિંગમાં ધ્રુજારી ફેલાઇ હતી. જેના કારણે પ્રાથમિક તબક્કે તો લોક ધરતીકંપ સમજીને નીચે ઉતરવા લાગ્યા હતા. જો કે ત્યાર બાદ લિફ્ટ તુટ્યા અંગે માહિતી મળતા તુરંત જ રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Binsachivalay Exam: ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી ગુજરાત સરકાર, જુઓ શું કહ્યું...
#saveGujratstudents: ટ્વિટર પર ટ્રેન્ડ થયો મુદ્દો, રૂપાણી સરકાર પર માછલા ધોવાયા
પ્રાથમિક માહિતી અનુસાર 9 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે પૈકી 2 અતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે માહિતી મળતા ફાયર ટીમ અને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો પણ દોડી આવ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામની સ્થિતી સ્થિર હોવાનું જણાવાઇ રહ્યું છે. 


પાલ-અડાજણ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં લિફ્ટ પાંચમાં માળેથી નીચે પટકાઇ હતી. લિફ્ટ પાંચમાં માળેથી નીચે પટકાતા ધડાકો થયો હતો. ધડાકો થતા બ્લોકનાં અન્ય રહીશો સહિતનાં લોકો પહેલા ધરતીકંપની ભીતીના કારણે બહાર દોડી આવ્યા હતા. જો કે નીચે લિફ્ટ પડી હોવાની માહિતી મળતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. લિફ્ટ ઓવર લોડ થઇ જવાનાં કારણે પાંચમાં માળેથી પટકાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સાત લોકોને ઇજા પહોંચતા તેમને તાત્કાલીક નજીકની હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

લિફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થતા ફાયર બ્રિગેડે ઘટના સ્થલે પહોંચી બચાવકામગીરી બાદ વધારે તપાસ આદરી છે. લિફ્ટ શા માટે તુટી યોગ્ય મેઇન્ટેનન્સ નહોતું કરવામાં આવતું વગેરે મુદ્દાઓ પર તપાસ કરવમાં આવશે. હાલ તો ફાયર દ્વારા બચાવકામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. પાલના ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં એક અવસાન થયું હતું. જેમાં હાજરી આપવા માટે મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા. જેના કારણે એક સાથે વધારે લોકો જવા માટે લિફ્ટમાં કેપેસિટીથી વધારે લોકો બેસી ગયા હતા. 

લિફ્ટ નીચે આવી રહી હતી. ઓવરલોડનાં કારણે લિફ્ટમાં ખામી સર્જાઇ હતી. લિફ્ટમાં ખામી સર્જાતા લિફ્ટ નીચે પટકાઇ હતી. જેના કારણે તેમાં બેઠેલા સાતેય લોકોને ઇજા પહોંચી હતી. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે નીચે સ્પ્રિંગ હોવાનાં કારણે લિફ્ટની કોઇ મોટી દુર્ઘટના થતા અટકી ગઇ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube