Bin Sachivalay Exam: ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી ગુજરાત સરકાર, જુઓ શું કહ્યું...

ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા (bin sachivalay exam) ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર (Vijay Rupani) નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પેપર એક પણ સ્થળ પરથી લિક થયું નથી. જે 39 ફરિયાદો મળી છે, તેના સંદર્ભમાં સંબંધિત લોકોને આવતીકાલથી મંડળમાં બોલાવીને જવાબ લેવાની કાર્યવાહી શરૂ કરાશે. જે ઉમેદવારોએ પરીક્ષામાં ચોરી કરી છે તેમની સામે એક્શન લેવામાં આવશે. તેમજ સંડોવાયેલા જવાબદાર અધિકારીઓના જવાબ લેવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં કોઈને પણ છોડવામાં નહિ આવે. 

Bin Sachivalay Exam: ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી ગુજરાત સરકાર, જુઓ શું કહ્યું...

હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર (Vijay Rupani) નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પેપર એક પણ સ્થળ પરથી લિક થયું નથી. જે 39 ફરિયાદો મળી છે, તેના સંદર્ભમાં સંબંધિત લોકોને આવતીકાલથી મંડળમાં બોલાવીને જવાબ લેવાની કાર્યવાહી શરૂ કરાશે. જે ઉમેદવારોએ પરીક્ષામાં ચોરી કરી છે તેમની સામે એક્શન લેવામાં આવશે. તેમજ સંડોવાયેલા જવાબદાર અધિકારીઓના જવાબ લેવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં કોઈને પણ છોડવામાં નહિ આવે. 

આવતીકાલથી મંડળમાં પૂછપરછ હાથ ધરાશે
ગાંધીનગરમાં હવે બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાનો મુદ્દો ગરમાયો છે. ચોરીના કિસ્સા સામે આવ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્સલ કરવાના આક્રમક મૂડમાં છે. ત્યારે સરકારે સામે આવીને કહ્યું છે કે, તમામ પાસાંની ચકાસણી થઈ રહી છે તેથી વાર લાગી રહી છે. પેપર ફૂટયાની વાત સાવ ખોટી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, અમારી પાસે લેખિત ફરિયાદ આવી છે. 26 જેટલા વોટ્સએપ ચેટિંગની મંડળ સામે રજૂઆત કરાઈ છે.

કોંગ્રેસ દ્વારા પણ એક પરીક્ષાર્થી મોબાઈલમાં ઉત્તર લખી રહ્યો છે તેવા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા. 5 જિલ્લામાંથી 39 ફરિયાદો મળી છે. ત્યારે 305 બ્લોકના સીસીટીવી ચકાવસાની પ્રક્રિયા અંતિમ પ્રક્રિયાએ છે. મોટી સંખ્યામાં ટીમ બેસાડીને જે મોબાઈલથી ચોરી કરતા હતા તેની તપાસ ચાલી રહી છે. હાલ તપાસ અંતિમ તબક્કામાં છે.

બે દિવસમાં એક્શન લઈને તેઓને રજૂ કરવામાં આવશે. તેની ચીવટ એટલા માટે આવશ્યક છે કે સાચો માણસ રહી ન જાય તેની તપાસણી મંડળ કરી રહ્યું છે. સીસીટીવીના આધારે બાકીના લોકો પર એક્શન લેવાશે. જે પરીક્ષાર્થીઓએ ચોરી કરી છે તે સંદર્ભમાં તે સંચાલકો અને સુપરવાઈઝર અને ખંડ નિરીક્ષકને બોલાવીને ચોરી કેમ થઈ છે તેની સુનવણી આવતીકાલથી મંડળ દ્વારા કરાશે.

પાલનપુરમાં ફરિયાદ નોંધાઈ
ગૃહરાજ્ય મંત્રીએ આ એક્ઝામમાં પાલનપુરમાં થયેલી ફરિયાદ મામલે કહ્યું કે, પાલનપુરમાં થયેલી ફરિયાદના સંદર્ભે એફઆઈઆર નોઁધવામાં આવી છે. જે લોકોએ વોટ્સએપ પર આન્સર કી મંગાવી હતી, તે વિશે ફરિયાદ થઈ છે. પરીક્ષાર્થી સામે એક્શન લેવાયા છે. પરીક્ષાર્થીએ પેપર હાથમાં આવ્યા બાદ વોટ્સએપ પર મિત્ર પ્રશ્ન મોકલ્યા હતા, અને સામેથી તેણે જવાબ આપ્યા હતા. બંને લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

ભાવનગરમાં પકડાયેલ આન્સર કી ખોટા હતા
તેમણે કહ્યું કે, 39 ફરિયાદો તેમાંની એક ફરિયાદ એવી હતી કે, ભાવનગરના એક સેન્ટરમાં કેટલાક વિદ્યાર્થી એક જ ફ્લેટમાં એકત્રિત થઈને આ નંબરની ગાડીમાં મુવમેન્ટ કરી છે તેવી જાણ મળી હતી. આ ફરિયાદ મળતા અમારા પોલીસ અધિકારીઓએ તેને ગંભીરતાથી લઈને તાત્કાલિક પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ પાસેના મોબાઈલ અને સાહિત્યની તપાસ કરી હતી. મળેલી માહિતી આન્સર કી કલેક્ટર કચેરીમાં સોંપી હતી. તે આન્સર કી કલેક્ટર કચેરી દ્વારા ગૌણ સેવા મંડળને પહોંચાડાઈ હતી. જેમાં આખરે સ્પષ્ટ થયું કે, આપણા પ્રશ્ન પત્રના જવાબ અને આન્સર કી ખોટી હતી. કોંગ્રેસે આપેલા સુરેન્દ્રનગરના સીસીટીવીનો ચોરીનો કિસ્સો સાચો છે, તેમાં પણ એક્શન લેવાશે. 

તો કોંગ્રેસ પર પ્રહાર કરતા ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ રાજકીય રોટલા શેકવોના પ્રયાસ કરે છે તે નિંદનીય છે. અમે ગુજરાતના યુવાનનના હિત માટે લડતા અહી આવ્યા છે. વિજય રૂપાણી સતત ચિંતિંત છે. અમારી ભરતની પ્રક્રિયા આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જે પરીક્ષાર્થીઓએ ખોટુ કર્યું હશે તો તેના પર એક્શન લેવાશે. વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news