સુરત: ગુજરાત (Gujarat) માં કોરોના (Coronavirus) ના કહેરનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે અહીં અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલી ચિતાની ભઠ્ઠીઓ પણ પિગળી ગઇ છે. સુરતમાં મુખ્ય ત્રણ સ્મશાન ગૃહ (crematorium) છે-રામનાથ ઘેલા, અશ્વિનીકુમાર અને જહાંગીરપુરા સ્મશાન ગૃહ. આ ત્રણેય સ્થળો પર 24 કલાક લાશોની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેના લીધે હવે સ્મશાન ગૃહ (crematorium) માં બનેલી ચિતાની ભઠ્ઠીઓ પિગળી ગઇ છે. ગત 8-10 દિવસથી સતત લાશો આવી રહી છે. શબ વાહિની પણ ખાલી હોતી નથી. એવામાં ઘણીવાર પ્રાઇવેટ વાહનોમાં પણ લાશ લઇને અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે.  

કોરોના સામે કવચ પુરૂ પાડે છે આ અમૃતા ઔષધિ, ચરક સંહિતામાં ખૂબ છે જાણીતી


સમગ્ર જિલ્લાના સ્મશાન ઘાટો પર લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે. અગ્નિ સંસ્કાર માટે ઘણી આધુનિક રીતો અપનાવી પડી રહી છે. આશ્વર્યની વાત એ છે કે 24 કલાક સ્મશાન સ્થળ પર અગ્નિ સંસ્કાર કરનાર ગેસની ભઠ્ઠીઓ ચાલુ રહે છે. તેના લીધે ભઠ્ઠીની ગ્રિલ સુધી પિગળી ગઇ છે. સુરતના તમામ સ્મશાન ગૃહ ગેસ ભઠ્ઠીની ગ્રીલ પિગળી ગઇ છે. 


સુરત (Surat) ના રામનાથ ઘેલા સ્મશાન ઘાટમાં સૌથી વધુ લાશ પહોંચી રહી છે. એવામાં સ્મશાનના પ્રમુખનું કહેવું છે કે દરરોજ 100 લાશો અંતિમ સંસ્કાર માટે આવી રહી છે. તેના લીધે 24 કલાક ગેસની ભઠ્ઠીઓ ચાલી રહી છે. તે બંધ રહેતી નથી. ગરમ થતાં ગેસની ભઠ્ઠીઓ પર લાગેલી એંગલ પણ પીગળી ગઇ છે.

કોરોના સંક્રમણની આસ્થા પર અસર, ભક્તો માટે આજથી બંધ થયા અંબાજી મંદિરના કપાટ


અશ્વિની કુમાર (Ashwini kumar) સ્મશાનમાં હાલમાં બે ભઠ્ઠીઓ કામ કરી રહી નથી. તેમની પણ ફ્રેમ સતત સળગતી રહે છે. તેના લીધે તે પીગળવા લાગી છે. 


સુરતમાં સ્થિતિ એવી છે કે સ્મશાન ગૃહ 24 કલાક કામ કરે છે. તેમછતાં લોકોને 8 થી 10 કલાક વેટિંગ કરવું પડે છે. ત્યારબાદ તે પોતાના લોકોના અગ્નિ સંસ્કાર કરી શકે છે. ઘણા સ્મશાન ગૃહમાંથી તે ચિઠ્ઠી લઇને જતા રહે છે અને વારો આવે ત્યારે દાહ સંસ્કાર માટે આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube