Surat Latest News ચેતન પટેલ/સુરત : ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઘરફોડ ચોરીઓ કરતી તસ્કરોની ગેંગના બે શખ્સોને સુરતની ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા હતા. અલગ અલગ રાજ્યોમાં 50 કરતાં વધારે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર ચડ્ડી બનિયાન ધારી ગેંગના બે ઈસમોને પકડવામાં મોટી સફળતા મળી છે. આ શખસો પાસેથી અલગ અલગ પ્રકારના પાના, પેચિયા તેમજ એક મોટર સાયકલ અને 1,000 રોકડા સહિત 56,970 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના અલગ-અલગ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ, દિલ્લી, નોઇડા, હરિયાણામાં ઘાડ-ઘરફોડ ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય કુખ્યાત ચડ્ડી બનિયાનધારી પારધી ગેંગના બે આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. આરોપીની ધરપકડ થતા સુરત શહેર, આણંદ, વડોદરા તેમજ આંતરરાજ્યના 50થી વધુ ઘરફોડ ચોરી અને વાહનચોરીના ગુનાઓ આચર્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસથી બચવા આ ગેંગ ચોરી કરવા પહેલા કપડા કાઢી ચડ્ડી અને બનીયાનમાં બાદમાં બહાર નીકળી કપડા પહેરી ફરાર થઈ જતી હતી.


ગૃહમંત્રીના ગામમાં જ ઢગલાબંધ ‘તથ્ય’ : અબ ઠોકો તાલી, જન્નત મીરની સ્પીડ તો 160 


સુરત ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશની ચડ્ડી-બનીયાનધારી ગેંગના માણસો છેલ્લા ઘણા દિવસથી સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપે છે અને આરોપીઓ સરથાણા કેનાલ ખાતે આવવાના છે. જે આધારે સરથાણા કેનાલ રોડ પરથી આંતરરાજ્ય ઘાડ-ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ચડ્ડી-બનિયાનધારી પારધી ગેંગના આરોપી રાજબાપુસિંગ પવાર (પારધી) અને અવિનાશ હિમંત સોલંકી (પારધી)ને ઝડપી પાડ્યા હતા. 


ધોરાજીમાં તાજીયા ઉપાડતા સમયે મોટી દુર્ઘટના બની : 24 લોકોને કરંટ લાગ્યો, 2 ના મોત થયા


પોલીસે આરોપી પાસેથી એક બાઈક, રોકડ રૂપિયા 1 હજાર તેમજ ઘરફોડ ચોરી કરવા માટેના સાધનો જેવા કે, હાઈડ્રોલિક ગ્રીલ કટર, પેચિયું, તાર કટિંગ કરવાનું પકડ, ટોર્ચ, લોખંડના પાના, ગિલોલ વગેરે મળી કુલ 56 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા એવી હકીકત જાણવા મળી હતી કે, છેલ્લા ઘણા સમયથી આરોપીઓ પોતાની ગેંગ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા,કર્ણાટક, મધ્યપ્રદેશ, દિલ્ગી નોઇડા, હરિયાણા ખાતે ઘરફોડ ચોરી ધાડ લૂંટ વાહન ચોરીના ગુનાઓ કરતા છે. 


રિવરફ્રન્ટ પર કાયાકિંગ કરતી મહિલાની બોટ પલટી, ડૂબતી મહિલાનો વીડિયો થયો કેદ


આ ગેંગ સુરત શહેર તેમજ ગુજરાતના અલગ-અલગ જિલ્લા જેમ કે, આણંદ, વડોદરા, અમદાવાદ ખાતે પોતાની ગેંગ સાથે આવી ખુલ્લી જગ્યામાં પડાવ નાંખી રોકાણ કરતા હતા. પોતાની કરતૂત છુપાવવા દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા. આ ગેંગ સુરત શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં ફરી ખુલ્લી જગ્યા પાસે VIP બંગલાઓને કે દુકાનોના શો-રૂમને ટાર્ગેટ કરી રાત્રિના આશરે દોઢથી બે વાગ્યાના અરસામાં CCTV કેમેરામાં ઓળખ ન થઇ જાય અને પોલીસ તેમને ન પકડી શકે તે રીતે ચોરીને અંજામ આપતા હતા. 


સાળંગપુરમાં હનુમાન દાદાને કરાયો નાગરવેલ અને આકડાના પાનનો શણગાર, PHOTOs