ધોરાજીમાં તાજીયા ઉપાડતા સમયે મોટી દુર્ઘટના બની : 24 લોકોને કરંટ લાગ્યો, 2 ના મોત થયા

Dhorji Tajiya Julus : રાજકોટના ધોરાજીમાં મહોરમના તાજિયા દરમિયાન 24 લોકોને લાગ્યો કરંટ..તાજિયા માતમમાંથી ઉપડતા સમયે શોર્ટ સર્કિટ થતા દુર્ઘટના..4 લોકો ગંભીર રીતે થયા ઘાયલ...જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે 

ધોરાજીમાં તાજીયા ઉપાડતા સમયે મોટી દુર્ઘટના બની : 24 લોકોને કરંટ લાગ્યો, 2 ના મોત થયા

Electric Current : ઝારખંડના બોકારોમાં મહોરમના ઝુલૂસ હાઈ ટેન્શન તારની ઝપેટમાં આવતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાંતાજિયામાં બ્લાસ્ટ થતા ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજકોટ જીલ્લાના ધોરાજીમા રસુલ પરામાં નીકળેલા તાજીયામાં કરંટ લાગતા એકસાથે 24 લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા 2 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતને કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજીના રસુલ પરા વિસ્તારની આ ઘટના છે. ધોરાજીના રસુલપરામાં તાજીયા ઉપડાતા સમયે 24 જેટલા શખ્સોને વીજ કરંટ લાગ્યો હતો. ધોરાજી રસૂલપરા વિસ્તાર મોહરમના તાજીયાને માતમ માટે માતમ માથી ઉપાડતી વેળાએ 24 જેટલા વ્યક્તિઓને શોર્ટ સર્કિટ લાગતા ઇજાગ્રસ્ત થયા છે. તમામને ધોરાજી સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયા છે. જેમાં ત્રણ થી ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનાને પગલે સરકારી હોસ્પિટલ તથા પ્રાઈવેટ હોસ્પિટલમા લોકોના ટોળે ટોળા એકત્રિત થયા છે. 

આ ઘટનામાં બે વ્યક્તિઓના સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે. સાજીદ જુમા શઁધી અને જુનેદ હનીફ માંજોઠી નામના બે વ્યક્તિના મોત નિપજતા ધોરાજીમાં શોકનો માહોલ છવાયો છે. મહોરમ દરમિયાન કોઈપણ જાતના ઢોલ નગારા કે ઉત્સવ મનાવાને બદલે શોક મનાવવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. અકસ્માતને પગલે ધોરાજી હોસ્પિટલમાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ધોરાજી DYSP અને પોલીસ સ્ટાફ સાથે PGVCAL ની ટીમ પણ  ઘટના સ્થળે પહોંચી છે. 

ઉલ્લેખનીય છે કે, ઝારખંડના બોકારોમાં મહોરમના ઝુલૂસમાં મોટો અકસ્માત સર્જાયો હતો. હાઈટેન્શન તારની ઝપેટમાં આવતા તાજિયામાં બ્લાસ્ટ થયો હતો. તાજિયામાં બ્લાસ્ટ થતા ચાર લોકોનું મૃત્યુ થયા. તો ઘાયલ થયેલા 13 લોકોમાંથી નવની હાલત ગંભીર છે. સવારે છ વાગ્યાની આસપાસ તાજિયા લઈને જતા હતા ત્યારની ઘટના છે. બોકારોના બેરમો વિસ્તારની ઘટનામાં મહોરમના તાજિયા લઈને જવામાં આવી રહ્યા હતા ત્યારે 11 હજાર વોલ્ટના તારની ચપેટમાં આવી ગયા. જેના કારણે તાજિયામાં રાખેલી બેટરીમાં બ્લાસ્ટ થયો અને મોટો અકસ્માત થયો. ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે.

ઝી 24 કલાકે જીવલેણ ખુલ્લા વીજતાર અંગે મુહિમ ચલાવી છે. ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર અંગે ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યુ હતું. ZEE 24 કલાકની મુહિમ બાદ પણ તંત્ર અને લોકો બેદરકાર કેમ? ઝુલુસમાં કોની બેદરકારીથી 24 લોકોના જીવ જોખમમાં મૂકાયા? ZEE 24 કલાકની મુહિમ બાદ પણ તંત્ર હજુ ઊંઘમાં? 
ખુલ્લા વાયરોથી કેટલા લોકોના જીવ જશે ત્યારે તંત્ર જાગશે. આવી ઘોર બેદરકારી કેમ નથી દેખાતી અધિકારીઓને? બિલ વસૂલવામાં પાવરધું તંત્ર કામગીરીમાં કેમ ઢીલું?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news