ઝી મીડિયા/બ્યૂરો :દિવાળીની રાતે સુરતના એક પરિવાર પર પહાડ તૂટી પડ્યો હતો. સુરતના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી બાળકી રહસ્યમય રીતે ગુમ
(child missing) થઈ ગઈ હતી. જેને શોધવા માટે 100 થી વધુ જવાનોએ રાત-દિવસ એક કરી નાંખ્યા હતા. ત્યારે 48 કલાક બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. આજે વડોદ ગામમાં જ ઝાડીમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘર પાસે રમતી બાળકી ગુમ થઈ હતી 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત (surat news) માં દિવાળીની રાતે એક શ્રમજીવી પરિવારની બાળકી ગુમ થઈ હતી. સુરતની મિલમાં નોકરી કરતા પિતાને સંતાનમાં બે બાળકીઓ છે. આ સુરતના વેડદા ગામમાં રહે છે. દિવાળીના રાતે અઢી વર્ષની મોટી દીકરી ઘરના આંગણામાં રમી રહી હતી. ત્યારે દીકરી અચાનક ત્યાંથી ગુમ થઈ ગઈ હતી. આ વિશે પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બાળકીને ગુમ થયાના બે દિવસ થયા છતા તેનો કોઈ અત્તોપત્તો મળ્યો ન હતો. 


ઘર પાસેની ઝાડીમાંથી મળ્યો બાળકીનો મૃતદેહ 
બાળકીને શોધવા માટે પોલીસના 100 થી વધુ જવાનો 48 કલાકથી બાળકીને શોધી રહ્યા હતા, છતા તેમને કોઈ ભાળ મળી ન હતી. સુરત પોલીસના DCB, PCB સહિતના 100થી વધુ જવાનોએ આખો વિસ્તાર ખોદી બાળકીને શોધી નાખવા માટે રાત-દિવસ એક કરી નાંખ્યા હતા. બાળકીની તસવીર લઈને તેને શોધવામાં આવી હતી. આજે વડોદ ગામમાં ઝાડીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.


બાળકીનું અપહરણ કરાયું હતું કે તેની હત્યા કરાઈ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત બાળકી સાથે દુષ્કર્મ થયુ છે કે નહિ તે દિશામાં પણ તપાસ કરાશે.