તેજશ દવે/સુરત :ચોરી કરનારા કેટલાક લોકો એટલી સિફતપૂર્વક રીતે ચોરી કરે છે કે કોઈ દિવસ ન પકડાય. આવા ચોર રીઢા (crime news) બની ગયેલા હોય છે. પરંતુ કેટલાક લોકો એવી રીતે ચોરી કરે છે કે પકડાઈ જાય છે. સુરતની એક મહિલાએ કરેલી ચોરી પણ સીસીટીવી (CCTV) માં કેદ થઈ ગઈ છે. સુરતના સરથાણા વિસ્તારની આ ઘટના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીના સમયે કાજુદ્રાક્ષની વધુ ડિમાન્ડ રહે છે. આવામાં સુરતની એક મહિલાએ ડી-માર્ટ મોલમાં કાજુ બદામના પેકેટની ચોરી કરી હતી. દિવાળી સમયે મહિલા એક અન્ય મહિલા સાથે મોલમાં આવી હતી. કોઈની નજર ન પડે એ રીતે મહિલાએ કાજુ બદામનું પેકેજ પોતાના કપડાની અંદર સરકાવ્યુ હતું. પરંતુ મહિલાની આ ચોરી મોલમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહિલાની ચોરી પકડાઈ ગઈ હતી. પોલીસે 4 ચોર મહિલાઓની ધરપકડ કરી હતી.


આ પણ વાંચો : AMA ની ગંભીર ચેતવણી, આ દિવાળી ગુજરાતીઓને ભારે પડી શકે છે



સરથાણા વિસ્તારમાં આવેલ ડી માર્ટનો આ બનાવ છે. જેમાં સિક્યુરિટી ગાર્ડે મેનેજરને કહ્યુ હતું કે, કેટલીક મહિલાઓ પેટીકોટમાં વસ્તુઓ છુપાવીને જઈ રહી છે. જેથી આ મહિલાઓને બૂમ પાડતા તેઓ ઈકો કારમાં દોડીને બેસી ગઈ હતી. આ મહિલાઓ પકડાઈ ન હતી, પરંતુ તકેદારીના ભાગરૂપે આ મહિલાઓના સીસીટીવી ફૂટેજ અન્ય મોલને મોકલાયા હાત. જેથી જેમ આ મહિલાઓ વરાછાના ડી માર્ટ મોલમાં પ્રવેશી હતી, અને ઘી-ડ્રાયફ્રુટ્સ ચોરી કરવા ગઈ ત્યા પકડાઈ ગઈ હતી. 


જોકે, સમગ્ર ઘટના પરથી સમજી શકાય કે, મહિલાઓએ ચોરી કરવાની આ નવી મોડસ ઓપરેન્ડી બનાવી છે.