ચેતન પટેલ/સુરત :આજના યંગસ્ટર્સ એટલી જલ્દી હતાશ થઈ જાય છે કે તેઓ આત્મહત્યા (depression) કરતા પહેલા એક સેકન્ડ પણ વિચારતા નથી. સુરતમાં આપઘાતની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. જેમા એક યુવક અને યુવતીએ આત્મહત્યા કરી છે. સુરત (Surat) માં PG-નીટમાં 435 માર્ક મેળવનારા અડાજણના તબીબ યુવકે આપઘાત (suicide) કર્યો છે. તો બીજી તરફ, પોલીસ ભરતી માટે વહેલી સવારે પિતાએ દોડવાની ના પાડતાં યુવતીએ ફાંસો ખાધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેરિટ લિસ્ટ જોઈ તબીબી યુવક હતાશ થયો 
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 26 વર્ષીય ડો.શ્રેયસ મોદીએ આત્મહત્યા કરી છે. ડો શ્રેયસે સ્મીમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો અને MD (એનેસ્થેસિયા) માં પ્રવેશ મેળવવા નીટની તૈયારી કરતો હતો. ડો. શ્રેયસ મોદીએ સ્મીમેરમાંથી MBBS કર્યા બાદ MD-એનેસ્થેસિયા માટે NEET આપી હતી. સોમવારે નીટનું મેરિટ લિસ્ટ આવ્યુ હતું. શ્રેયસને 435 માર્ક મળ્યા હતા. મેરિટ લિસ્ટ જોઈને યુવક ભારે હતાશ થઈ ગયો હતો. જેથી તેણે આત્મહત્યા કરી હતી.


આ પણ વાંચો : પતંગ બજારનો રાહુકાળ, આસામની લાકડીઓને કારણે પતંગના ભાવ ઊંચકાયા


મેરિટ લિસ્ટ જોયાના 10 મિનીટમાં જ આત્મહત્યા કરી
435 માર્ક મળતા જ શ્રેયસ હતાશ થઈ ગયો હતો. મેરિટ લિસ્ટમાં જોતાં 10 જ મિનિટમાં ફાંસો ખાઈ લીધો હતો. શ્રેયસના 435 માર્ક્સ આવવા છતાં મેરિટમાં નામ ન હતું. મેરિટ લિસ્ટ જોઈને શ્રેયસ ભારે હતાશ થઈ ગયો હતો. પરિવારે જણાવ્યું કે સાંજે 5:50એ મેરિટ જોયું અને 10 જ મિનિટમાં આપઘાત કર્યો હતો. 


યુવતીએ આત્મહત્યા કરી
બીજી તરફ, પોલીસ ભરતી માટે વહેલી સવારે પિતાએ દોડવાની ના પાડતાં યુવતીએ ફાંસો ખાધો હતો. કતારગામની ક્રિષ્નાની એક મહિના પહેલાં સગાઇ થઇ હતી. ક્રિષ્ના રોજ વહેલી સવારે ઉઠીને પ્રેક્ટિસ માટે જતી હતી. પરંતુ પિતાએ આ માટે ના પાડતા તેને લાગી આવ્યુ હતું અને બેડરૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.