ઝી મીડિયા/બ્યૂરો :સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા એક યુવકે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી એક સગીર વયની યુવતીના નંબર સ્ટેટસ પર મૂક્યું હતું. યુવતીને ફોન કરી હેરાન પરેશાન કરી મુકતા રોમિયોને પોલીસે મેથીપાક ચખાડ્યો છે. યુવતીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં દેશ અને દુનિયામાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં અનેક લોકો એકબીજાથી જોડાતા હોય છે. તેવામાં સુરતની વાત કરવામાં આવે તો સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો ઝાકીર આમીન શેખ નામના 21 વર્ષીય યુવક દ્વારા ફેસબુકમાં એક ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને આ ફેક એકાઉન્ટમાં અમરોલી વિસ્તારની જ એક સગીર વયની યુવતીના નંબર સ્ટેટસ પર મૂક્યા હતા. તેમાં યુવકે લખ્યું હતું કે, ‘કોલ મી...’ જેથી યુવતીના ફોનમાં બપોરના ત્રણેક વાગ્યાના સુમારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઢગલાબંધ ફોન આવ્યો હતો. 


આ પણ વાંચો : તસવીરો થઈ Leak! સુરત ભાજપના નેતા એક મહિલા નેતા સાથે સ્વીમિંગ પુલમાં મસ્તી કરતા જોવા મળ્યાં 


યુવતી દ્વારા ફોન રિસીવ કરતા જ હેરાન પરેશાન કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ યુવતીને મેસેજ કરી વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી હતી. જેથી યુવતીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને લઇ પોલીસે તાત્કાલિક તપાસ કરી ઝાકીર આમીન શેખ નામના ઈસમની ધરપકડ કરી હતી. હાલ આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તે કેટલા સમયથી આવું કરે છે, કેટલા લોકોને અત્યાર સુધી ભોગ બનાવ્યા છે અને કેટલા લોકોના ફેક એકાઉન્ટ બનાવ્યા છે તે અંગેની તપાસ અમરોલી પોલીસે હાથ ધરી છે.