ચેતન પટેલ, સુરત: સુરત (Surat) માં યુવતીના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટનું ફેક એકાઉન્ટ (Fake Account) બનાવી તેમાં યુવતીનો ફોટો અપલોડ કરી તેમજ યુવતીને વીડિયો કોલ કરી (video call) બીભસ્ત ચેનચાળા કરનારા આરોપીને સુરત સાયબર ક્રાઈમ (Cyber Crime) સેલે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના મટી જશે’, સ્નેહભર્યા શબ્દો સાંભળી આંખમાંથી સરી જશે આંસુ...


સુરત (Surat) માં રહેતી એક યુવતીએ સુરત સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા ઇસમેં તેણીના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટનું ફેક એકાઉન્ટ (Fake Account) બનાવ્યું છે. તેમાં તેણીનો ફોટો અપલોડ કરી દીધો હતો. એટલું જ નહી યુવતીને બીભત્સ મેસેજ કરી તેમજ વીડિયો કોલ કરી નગ્ન થઇ બીભત્સ ચેનચાળા કર્યા હતા અને યુવતીને સમાજમાં બદનામ કરવાની તેમજ ઉઠાવી જવાની ધમકીઓ આપી હતી. આ ફરિયાદના આધારે સુરત સાયબર સેલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે તપાસ કરી વેડરોડ ખાતે રહેતા ૨૧ વર્ષીય મયંક બાબુભાઈ કળથીયા નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. 

GTU દ્વારા રેમડેસીવરની ચકાસણી સંદર્ભે વિકસાવવામાં આવી મેથડ


મિત્રો પાસેથી આઈડીની માહિતી મેળવી હતી 
પોલીસે (Police) તેના મોબાઈલ (Mobile) માં તપાસ કરતા તેના મોબાઈલમાંથી તે ફેક આઈ.ડી. મળી આવ્યું હતું. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીએ તેના મિત્રો પાસેથી આ એકાઉન્ટની માહિતી મેળવી અલગ અલગ એકાઉન્ટમાં પણ આવી રીતે કૃત્ય આચરેલું છે. આ મામલે અન્ય બેથી ત્રણ આરોપીના નામ ખુલે તેવી શક્યતા છે.

વકીલોએ લીધો મોટો નિર્ણય: રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ઝડપાયેલા આરોપીઓના કેસ નહી લડે


સોશિયલ મીડિયામાં પ્રાઈવેસી રાખવી જરૂરી
સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા (Social Media) માં પ્રાઈવેસી રાખવા અને અને અજાણ્યા વ્યક્તિઓની રીક્વેસ્ટ કે વિડીયો કોલ (video call) આવે તો નહી ઉપાડવા અપીલ કરવામાં આવી છે. જેથી આ પ્રકારના ગુનાનો ભોગ લોકો ન બની શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube