Surat News : ક્યારેક જિંદગીમાં એવી કસોટી આવે છે જેમાં માણસ ધરમ સંકટમાં મૂકાય છે. મુસીબતો છતાં માણસને નિર્ણયો લેવા પડે છે. ત્યારે હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે સુરતની એક દીકરી સામે એવી અગ્નિ પરીક્ષા આવી કે, પિતાની અંતિમ વિધિ પતાવીને તેને બોર્ડની પરીક્ષા આપવા જવી પડી. અશ્રુભીની આંખે દીકરીએ પરીક્ષા આપીને પપ્પાની અંતિમ ઈચ્છા પૂરી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, અડાજણની એલપી સવાણીમાં ધોરણ 10 માં કશિશ કદમ નામની છોકરી અભ્યાસ કરે છે. તો તેનો ભાઈ આઈએન ટેકરાવાલા સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરે છે. ભાઈ-બહેનની એકસાથે બોર્ડની પરીક્ષા હતી અને આવા સમયે તેમના પિતા પ્રકાશભાઈ કદમનું અચાનક બુધવારે રાતે સાડા અગિયાર વાગ્યે મોત થયુ હતું. 


ગુજરાતમાં આજથી ઉંચકાશે ગરમીનો પારો, આ વર્ષે ભીષણ ગરમીની છે આગાહી


પિતા પ્રકાશભાઈ કદમ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે પરિવાર આ ઘટનાથી હચમચી ગયું હતું. બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવાથી ભાઈ-બહેન પર આભ તૂટી પડ્યું હતું. પરંતું સુરતના દીકરા દીકરીએ અગ્નિ પરીક્ષા પાર પાડી હતી. પિતાના અવસાનની અંતિમ વિધિ પતાવી આપી બોર્ડની પરીક્ષા આપવા નીકળ્યા હતા. અશ્રુભીની આંખે દીકરીએ પરીક્ષા આપી પરીક્ષાધર્મ નિભાવ્યો હતો. 


બીજા દિવસે અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ દીકરી પાલ સ્થિત શાળાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી. અશ્રુભીની આંખે બોર્ડની પરીક્ષા આપવા પહોંચેલી કશીશ કદમને જોઈ શાળા પરિવારની આંખોમાં પણ આસું આવી ગયા હતા. અન્ય વિધાર્થીઓ અને શિક્ષકો, આચાર્ય એ હિંમત આપી વિધાથીનિને પ્રોત્સાહન પૂરું પાડી સાંત્વના પાઠવી હતી. 


મોબાઈલ બન્યો જીવતો બોમ્બ, યુવકના ખિસ્સામાં જ મોબાઈલ સળગી ઉઠ્યો, CCTV માં કેદ થઈ ઘટના


પિતાના અંતિમ શબ્દો ન ટાળી શકી
પ્રકાશભાઈએ દીકરા અને દીકરીને મરતા પહેલા સલાહ આપી હતી કે, ભણી ગણીને આગળ વધજો, સારી નોકરી કરજો. જે કંઈ પણ થાય, તમે પરીક્ષા છોડશો નહિ, ભણી ગણીને આગળ આવજો.