Surat News : ગુજરાતમાં આ શું થવા બેઠું છે તે ખબર પડતી નથી. એક તરફ કોરોના ધીમે પગલે ફરી તરકાટ મચાવવા આવી ગયો છે. ત્યાં બીજી તરફ ગુજરાતમાં રોજ કોઈ કોઈ શહેરમાં લોકો ઢળી પડી રહ્યાં છે. આ રીતે મોતનો આંકડો સતત વધી રહ્યો છે, પરંતુ આરોગ્ય વિભાગ કયા કામમાં વ્યસ્ત છે તે ખબર પડતી નથી. હાલ સૌથી વધારે ખરાબ સ્થિતિ સુરતની છે. સુરતમાં રોજ કોઈને કોઈના મોતના ખબર આવી રહ્યાં છે. ત્યારે આ મામલે રવિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. સુરતમાં ગઈકાલે એક જ દિવસમાં 5 લોકોના અચાનક મોત થયા છે. આ ઘટનાઓ આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે, છતા આરોગ્ય વિભાગ આ બાબતને ઢાંકપિછોડો કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં એક જ દિવસમાં પાંચના મોત 
સુરતમાં હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે. હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. રવિવારે પાંડેસરા, હજીરા, પુણા વિસ્તારમાં જુદા જુદા બનાવોમાં પાંચ લોકો ઢળી પડવાના બનાવો બન્યા છે. આ તમામ 20 થી 40 વર્ષ સુધીના લોકો છે, જેઓ ઢળી પડ્યા હતા. 


અંબાલાલ પટેલની ચેતવણી : કમોસમી વરસાદ અને કડકડતી ઠંડીનું સંકટ એકસાથે આવશે


  • પાડેસરમાં પુત્રી સાથે મસ્તી કરતા બ્રિજરાજ સિંહ ઢળી પડ્યો

  • પાડેસરમાં રહેતો જીતુ પ્રજાપતિને ગભરામણ થઈ હતી

  • હજીરામાં રહેતો સરોજ દાસ એકાએક બેભાન થઈ ગયો હતો

  • હજીરામાં રહેતો સંતોષ કૌશિક રાતે સુઈ ગયા બાદ ઉઠ્યો નહિ

  • પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો નીતિન દવે વોટર પાર્કમાં બેભાન થઈ ગયો


આરોગ્ય વિભાગ ઊંઘમાં
હાલ ગુજરાતમાં કોરોના કરતા પણ વધુ ગંભીર હાર્ટ એટેકનો રોગ બની રહ્યો છે. હાર્ટ એટેક પહેલીવાર યુવાન લોકોનો ભોગ લઈ રહ્યો છે. જે ગંભીર બાબત છે. છતાં આરોગ્ય વિભાગ આ બાબતે કોઈ પગલા નથી લઈ રહ્યું છે. આરોગ્ય વિભાગને ખબર નથી, ખબર પાડવા માંગતુ નથી. સરકાર પણ ચૂંટણી અને વાઈબ્રન્ટની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ ગુજરાતમાં વધી રહેલા આ મોત પાછળ કોઈ ધ્યાન આપી નથી રહ્યું. બીજી તરફ, ગુજરાતમાં ભેળસેળયુક્ત વસ્તુઓ પણ બેરોકટોક વેચાઈ રહી છે, તે બાબતે પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ઊંઘતુ ઝડપાયું છે. ત્યારે સવાલ એ છે કે, આરોગ્ય વિભાગ ક્યારે જાગશે. 


ફ્રાન્સ એરપોર્ટ પર પકડાયેલા ગેરકાયેદસર પ્રવાસીઓમાં મોટાભાગના મહેસાણાના