Digital Payment સંદીપ વસાવા/સુરત : સુરતના ઓલપાડ તાલુકાના દેલાડ ગામનું ડિજિટલ ઇન્ડિયા તરફ એક ડગલું. હવે ગ્રામજનો ક્યુ આર કોડ સ્કેન કરી પંચાયતમાં ભરવા પાત્ર તમામ કર ડિજિટલી ભરી શકાય છે. ડિજિટલ પૅમેન્ટથી વહીવટમાં પારદર્શિતા સાથે સમયની પણ  બચત થશે. અન્ય ગ્રામ પંચાયતો પણ ડિજિટલ ગ્રામ પંચાયત બને તેવું ગામના લોકોએ સૂચન કર્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના વડા પ્રધાન દેશને ડિજિટલ કરવા પર પુષ્કળ ભાર આપી રહ્યા છે. દેશના ટોલ ટેક્સ, બેન્કિંગ સહિતના તમામ જાહેર ક્ષેત્રો ધીરે ધીરે ડિજિટલ થઈ રહ્યા છે. નાનાથી લઇને મોટા વેપારીઓ પણ કેસલેશ પૅમેન્ટ તરફ વળી રહ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકાની દેલાડ ગ્રામ પંચાયત દ્વારા ડિજિટલ ઇન્ડિયા તરફ એક ડગ માંડવામાં આવ્યું છે. દેલાડ પંચાયત દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરી ઓનલાઈન પેમેન્ટની કેસલેશ સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી ગ્રામજનોને સમયની સાથે સાથે પારદર્શક વહીવટ પણ મળી શકે છે. ગ્રાહકને ઓનલાઇન પેમેન્ટથી પંચાયતની સાથે સાથે તેમના ખાતામાં પણ એન્ટ્રી પડશે. તેમજ વેરો ભરતાજ પંચાયત પરથી વેરા રસીદ પણ મળી જશે. વેરો હોય કે કોઈ પણ પ્રકારનું વહીવટી ચુકવણી હોય. તેઓ કેસલેશ કરી શકશે. પંચાયત દ્વારા ઉભી કરવામાં આવેલી સુવિધાને લઈ ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે તેવુ સ્થાનિક જેનિષ પટેલે જણાવ્યું.


ડિજીટલથી ભ્રષ્ટાચાર દૂર થયો
આજે વાત કરીએ નાની ચાની લારીથી મોટા શોપિંગ મૉલ સેન્ટરોમાં ડિજિટલ પેમેન્ટ કરવાનું લોકો આગ્રહ રાખે છે. ત્યારે દેલાડ ગ્રામ પંચાયતના પ્રયાસથી વેરા ધારકોએ ઘેરબેઠા ઓનલાઈન ચુકવણી કરી શકે છે. ફક્ત તેઓના પૅમેન્ટ રસીદ લેવા માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે જવું પડે છે. આ માટે પણ લાઈનમાં ઉભી રહેવાની જરૂરી નથી પડતી. જેથી લોકોના સમયની બચત થાય છે. ભૂતકાળમાં એવા ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે કે ગ્રામ્ય પંચાયતમાં થતું કેસ પૅમેન્ટ જેતે વ્યક્તિઓ દ્વારા ચાઉં કરી જતા હતા. તેમજ રોકડ રકમના માધ્યમથી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો. ત્યારે સરકારી વહીવટ વધુ પારદર્શક બને અન્ય લોકો પણ ડિજિટલ પેમેન્ટ તરફ વળે તે માટે આ પહેલ કરવામાટે પણ લોકો સૂચન કરી રહ્યા છે.


આ પણ વાંચો : 


ગુજરાતમાં હવે કોઈપણ વિરોધ પ્રદર્શન ભારે પડશે, પોલીસ પાસે આવ્યો પાવર


સુરત કાપડ માર્કેટમાં મજૂરો હવેથી 55 કિલોથી વધુના પાર્સલ નહીં ઉંચકે, લેવાયો નિર્ણય


હતાશ થનારા પાટીદાર યુવકના જીવન પર નજર કરીને જુઓ, કલમને તાકાત બનાવી હારેલી બાજી જીતી


દેલાડ હંમેશાથી ચર્ચાતુ રહે છે
દેલાડ ગ્રામ પંચાયતના સરપંચ વીણાબેન પટેલ કહે છે કે, ઓલપાડ તાલુકાની દેલાડ ગ્રામ પંચાયત હંમેશા સમાચારોમાં ઝલકતી રહેતી પંચાયત છે. દેલાડ ગ્રામ પંચાયતના માજી સરપંચ ભાવિન પટેલ દ્વારા દેલાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં દીકરીના જન્મ સમયે ચાંદીનો સિક્કો અને મીઠાઈ તેમજ સન્માન પત્ર આપવાની શરૂઆત કરવામાં આવી હતી, તેમજ સરકારની સુકન્યા યોજના અંતર્ગત 65 થી વધુ દીકરીઓને બોન્ડ આપવામાં આવ્યા હતા. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા વધુ એક પહેલ કરવામાં આવી છે અને ગામને ડિજિટલ ઇન્ડિયા તરફ લઈ જવા માટે એક ડગલું માંડવામાં આવ્યું છે, રાજ્યની તમામ પંચાયતો પર આવી સુવિધા શરૂ કરવામાં આવે તો રાજ્યમાં પારદર્શક વહીવટ શક્ય થઈ શકે છે. 


આમ તો દેલાડ ગ્રામ પંચાયત અન્ય બીજા સેવાકીય કાર્યો  લઈ હરહમેંશા ઉદાહરણ રૂપ બનતી હોય છે. ત્યારે ડિજિટલ યુગ તરફ એક વધુ ઉદાહરણ દેલાડ ગ્રામ પંચાયત પૂરું પાડવા જઈ રહી છે. અને કેસલેશ પેમેન્ટ માટે લોકોને પણ આગ્રહ કરી રહ્યાં છે.


આ પણ વાંચો : કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આકરા પાણીએ : મામલતદારને જાહેરમાં લઈ લીધા