સુરત કાપડ માર્કેટમાં મજૂરો હવેથી 55 કિલોથી વધુના પાર્સલ નહીં ઉંચકે, લેવાયો નિર્ણય
Surat News : સુરત કાપડ માર્કેટમાં મજૂરો માટે લેવાયો મોટો નિર્ણય.. 15 જાન્યુઆરીથી મજૂરો 55 કિલોથી વધુના પાર્સલ નહીં ઉંચકે.. લેબર યુનિયન અને ટ્રાન્સપોર્ટેશનની મીટિંગમાં લેવાયો નિર્ણય..
Trending Photos
Surat Textile Market ચેતન પટેલ/સુરત : સુરતના કાપડ માર્કેટમાં મજૂરોના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. જે મુજબ, હવેથી કોઈ પણ મજૂર 55 કિલોથી વધુના પાર્સલ નહિ ઊંચકે. લેબર યુનિયન અને ટ્રાન્સ્પોટેશનની મિટિંગમાં આ નિર્યણ લેવાયો છે. જેને 15 જાન્યુઆરીથી અમલમાં આવશે. વેપારીઓ પોતાનો મજૂરી ખર્ચ બચાવવા માટે પાર્સલમાં 110 કિલો વજનવાળા પાર્સલ મૂકી દેતા હોવાનો આરોપ ઉઠ્યો હતો. જેનાથી મજૂરોને ખુબ જ તકલીફઓ તેમજ સાથે શારીરિક ઇજાઓ પણ પહોંચતી હતી.
ટ્રાન્સપોર્ટ એસો. અને મજૂર યુનિયનની સુરત કડોદરા રોડ દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટ નગરમાં મળેલી સંયુક્ત સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મજૂરોના હિતમાં અનેક નિર્ણયો લેવાયા હતા. જેમાં મજૂરોના હિત માટે લેવાયેલો મોટો નિર્ણય એ હતો કે, મજૂરો પાસેથી તેમની ક્ષમતા કરતા વધુ ભાર ઉપાડવામાં આવે છે. ત્યારે યુનિયનના પ્રવક્તા શાન ખાને જણાવ્યું હતું કે, માનવ અધિકાર અધિનિયમ અને ફેક્ટરી એક્ટ બંનેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કામદારો પાસે ક્ષમતા કરતાં વધુ વજનનો માલ ઉપાડવા મજબૂર કરવા જોઈએ નહીં, તેથી હવે એક નિયમ બનાવી ટેકસટાઇલ માર્કેટમાં પણ પાર્સલના વજનની મર્યાદા નક્કી કરવાની અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો :
આ સાથે જ પાર્સલના વજનમાં વધારો થવાને કારણે શ્રમિકોનું શોષણ વધી રહ્યું છે. તેથી બંને સંગઠનો દ્વારા આ નિર્ણય લેવાયો કે, મજૂરો કે ટ્રાન્સપોર્ટર્સ 55 કિલોથી વધુ વજુના પાર્સલ નહિ સ્વીકારે. પાર્સલ ટ્રકમાં ચઢાવવા-ઉતારવા લેબરને ખૂબ મહેનત કરવી પડે છે. મોટા પાર્સલ માટે ચાર-ચાર લેબરની જરુર પડે છે તેથી કામ પડકારજનક બની જતું હોય છે.
તો બીજી તરફ, ટ્રાન્સપોર્ટસ રાતે 10 વાગ્યા સુધી જ પાર્સલ લેવાનું નક્કી કરે તો ટેમ્પોચાલકોને પણ રાહત મળી શકે છે. માર્કેટમાંથી પાર્સલો ટ્રાન્સપોર્ટ ગોડાઉન સુધી લઈ જવા માટે ટેમ્પાચાલોકોને મોટો ચકરાવો લેવો પડે છે. જુદી જુદી માર્કેટોઓમાંથી, ઉધનાથી કે અન્ય વિસ્તારમાંથી નિયોલ પાટીયા સુધી રોજે રોજ 52 થી 55 કિ.મિ.નો ચકરાવો થઈ જતો હોવાથી મોડે સુધી કામ કરવું પડે છે. આથી ટ્રાન્સપોર્ટર્સે રાત્રિના 10 વાગ્યા સુધી જ પાર્સલનું લેવાનું નક્કી કરે તો ટેમ્પરચાલકોને રાહત મળી શકે, તેવી પણ ચર્ચા કરાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે