COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં તૈયાર કરાયેલાં ડાયમંડ બુર્સમાં દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે. ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે ૩૫.૫૪ એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ સુરત રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે સાથે જ ૧.૫ લાખ લોકોને રોજગારી મળશે. જેની વિશેષતાઓની વાત કરીએ તો બુર્સની ૪૫૦૦થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. જ્યાં ૬૭,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે તેવી ક્ષમતા છે. સાથે જ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ આવેલ છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ છે.


ડાયમંડ બુર્સની વિશેષતા:
67,000 લોકો કામ કરી શકે તેટલી ક્ષમતા


હાઈ સિક્યોરિટી ચેક પોઈન્ટ્સ, કાર સ્કેનર્સ


67 લાખ ચોરસફૂટમાં બાંધકામ


4500 ઓફિસ


300 ચો. ફૂટથી 1 લાખ ચો.ફૂટ સુધીની ઓફિસ


દરેક ટાવરને દરેક ફ્લોરથી કનેક્ટ કરતું સ્ટ્રક્ચર


ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિધા


ગ્રાઉન્ડ ફ્લોર પર બેંક, રેસ્ટોરાં, ડાયમંડ લેબ


યુટિલિટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા


દરેક 2 ટાવર વચ્ચે 6000 ચો.મીટર ગાર્ડન


5,40,000 મેટ્રિક ટન લોખંડના સળીયાનો ઉપયોગ


5 લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ


11.25 લાખ સ્ક્વેર ફૂટ એલિવેશન ગ્લાસ


12 લાખ રનીંગ મીટર, ઈલેક્ટ્રિકલ-ફાઈબર વાયર


5 એન્ટ્રી, 5 એક્ઝિટ અને 7 પેડેસ્ટ્રિયન ગેટ


વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ ‘સુરત ડાયમંડ બુર્સની એક ઝલક:
- ૬૭,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે તેવી ક્ષમતા
- હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ
- ૬૭ લાખ સ્કવેર ફુટ બાંધકામ અને ૪૫૦૦ થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઓફિસ
- બિલ્ડીંગ યુટિલીટી સર્વિસીસને મોનિટરીંગ કરવા બિલ્ડીંગ મેનેજમેન્ટ
સિસ્ટમ


- દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર “સ્પાઈન”
- ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિધા
- સ્પાઈનમાં ૪ અલગ અલગ સેફ (લોકર) વોલ્ટની સુવિધા
- સ્પાઈનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે- રેડિયન્ટ કુલીંગ સિસ્ટમ 
- ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ
- યુટિલીટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા
- પ્રત્યેક બે ટાવર વચ્ચે ૬,૦૦૦ સ્કવેર મીટર (૩ વિઘા) જેટલું ગાર્ડન
- સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ
- ૫ એન્ટ્રી, ૫ એક્ઝીટ અને ૭ પેડેસ્ટ્રીયન ગેટ
- દરેક ટાવરમાં લકઝુરીયસ એન્ટ્રન્સ ફોયર
- એક્સેસ કંટ્રોલ સિસ્ટમ - ટચ લેસ અને કાર્ડ લેસ


બનાવાઈ રેપ્લીકાઃ
સુરતમાં ડાયમંડ બુર્સ જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં આવી. હીરા, સોનુ અને ચાંદી વડે 2 કિલોની ડાયમંડ બુર્સની હૂબહૂ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી. ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 7 રાજ્યના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે. સુરતની ડાયમંડ બુર્સ બિલ્ડીંગ આઈકોનિક બિલ્ડીંગ છે. એટલે તેના જેવી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ પ્રતિકૃતિથી એક ભારત-શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત શહેરના જ્વેલરી ઉત્પાદક ફ્લોરા જ્વેલર્સે ડાયમંડ બુર્સ જેવી પ્રતિકૃતિ બનાવી છે... જેને જોઈને તમે પણ રોમાંચિત થઈ જશો.