Surat Diamond Bourse: સુરતમાં બનાવવામાં આવેલ ડાયમંડ બુર્સ દુનિયાની સૌથી મોટી ઓફિસો પૈકીનો એક છે. અહીં જે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવ્યું છે તે ખરેખર આર્ટિટેકનો એક બેનમૂન નમૂનો છે. ત્યારે આ બિલ્ડિંગને લઈને આવી રહ્યાં છે એક ગુડ ન્યૂઝ. ખુબ જલ્દી જ આ બિલ્ડિંગ હવે વેપારી, કર્મચારીઓથી ધમધમતી ઓફિસ બની જશે. ખુબ જલ્દી જ અહીં તમને હજારો લોકોને જમાવડો જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીહાં, સુરત ડાયમંડ બુર્સ હવે વિકાસની નવી ઉડાન ભરવા માટે તૈયાર છે. બિલ્ડિંગના તમામ ફ્લોર લગભગ એકદમ રેડી છે. એટલું જ નહીં બુર્સમાં ઓફિસો માટે પણ એન્ડવાન્સ બુકિંગ થઈ ચુક્યા છે. જેને કારણે ધીરે ધીરે વેપારીઓ અને ઉદ્યોગકારો પોતપોતાની ઓફિસનું સેટઅપ લગાવી રહ્યાં છે. 


ત્યારે ડાયમંડ બુર્સને લઈને આવી છે એક મોટી ખબર. સુરત ડાયમંડ બુર્સ દિવાળી પહેલા ધમધમતો કરવા કવાયત હાથ ધરી દેવામાં આવી છે. નવી સરકારની રચના બાદ સુરતના ડાયમંડ બુર્સની ચમકમાં પણ વધારો થશે. દિવાળી પહેલા એક હજાર ઓફિસ કાર્યરત કરાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત હાલ આગામી 7 જુલાઈએ એકસાથે 400થી વધુ ઓફિસ ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના માટે કવાયત હાથ ધરી દેવામાં આવી છે. 
વધુમાં વધુ ઓફિસ ચાલુ થાય તે માટે બેઠક કરવામાં આવી છે. જેમાં ઓફિસ ચાલુ થયા પછી કઈ રીતે તેને મેઈનટેન રાખવી તેના માટે પણ મહત્ત્વની બાબતે અંગે ચર્ચા કરવામાં આવી છે. 


ડાયમંડ બુર્સની ખાસિયતો વિશે જાણો:
- 67 લાખ ચોરસફૂટમાં બાંધકામ


- 67,000 લોકો કામ કરી શકે તેટલી ક્ષમતા


- 4500 ઓફિસ


- 300 ચો. ફૂટથી 1 લાખ ચો.ફૂટ સુધીની ઓફિસ


- દરેક ટાવરને દરેક ફ્લોરથી કનેક્ટ કરતું સ્ટ્રક્ચર


- હાઈ સિક્યોરિટી ચેક પોઈન્ટ્સ, કાર સ્કેનર્સ


- ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિધા


- ગ્રાઉન્ડ ફ્લોર પર બેંક, રેસ્ટોરાં, ડાયમંડ લેબ


- યુટિલિટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા


- દરેક 2 ટાવર વચ્ચે 6000 ચો.મીટર ગાર્ડન


- 5,40,000 મેટ્રિક ટન લોખંડના સળીયાનો ઉપયોગ


- 5 લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ


- 11.25 લાખ સ્ક્વેર ફૂટ એલિવેશન ગ્લાસ


- 12 લાખ રનીંગ મીટર, ઈલેક્ટ્રિકલ-ફાઈબર વાયર


- 5 એન્ટ્રી, 5 એક્ઝિટ અને 7 પેડેસ્ટ્રિયન ગેટ


- યુટિલીટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા


- પ્રત્યેક બે ટાવર વચ્ચે ૬,૦૦૦ સ્કવેર મીટર (૩ વિઘા) જેટલું ગાર્ડન


- સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ


- ૫ એન્ટ્રી, ૫ એક્ઝીટ અને ૭ પેડેસ્ટ્રીયન ગેટ


- દરેક ટાવરમાં લકઝુરીયસ એન્ટ્રન્સ ફોયર


- એક્સેસ કંટ્રોલ સિસ્ટમ - ટચ લેસ અને કાર્ડ લેસ


મહત્વનું છે કે, ગયા વર્ષે પીએમ મોદીએ ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કર્યું હતું. જે બાદ અહીં કેટલીક ઓફિસ શરૂ કરવામાં આવી હતી. જે અસુવિધા પડતા બંધ કરવામાં આવી છે. હાલ ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા છે, જેઓ તેને ધમધમતુ કરવામાં તમામ પ્રયાસો કરી રહ્યા છે. જોકે, એકવાર ઓફિસો ચાલુ કર્યા બાદ બંધ ન કરવી પડે અને અહીં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ રહે એ પ્રકારનું વાતાવરણ કાયમ રાખવા પ્રયાસ થઈ રહ્યો છે.


સુરતની ચમક વધારવા માટે તૈયાર થઈ રહ્યું છે ડાયમંડ બુર્સ. ઉલ્લેખનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 17મી ડિસેમ્બરે વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ તરીકે ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું 'સુરત ડાયમંડ બુર્સ' રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનાવવા સરકાર પણ અંગત રસ લઈ રહી છે. કારણકે, આને કારણે આર્થિક રીતે ગુજરાતને લાભ થઈ શકે છે.


ડાયમંડ બુર્સમાં કઈ-કઈ વસ્તુઓનુ થશે ખરીદ વેચાણઃ
સુરતમાં તૈયાર કરાયેલાં ડાયમંડ બુર્સમાં દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે. 


ડાયમંડ બુર્સના વિકાસનો વ્યાપઃ
ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે ૩૫.૫૪ એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ સુરત રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે સાથે જ ૧.૫ લાખ લોકોને રોજગારી મળશે. જેની વિશેષતાઓની વાત કરીએ તો બુર્સની ૪૫૦૦થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. જ્યાં ૬૭,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે તેવી ક્ષમતા છે. સાથે જ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ આવેલ છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ છે.