ચેતન પટેલ/સુરત :એક તરફ સુરત (surat crime) માં વધતા જતા રેપના કેસમાં સુરતની ઓળખ રેપ કેપિટલ (rape capital) તરીકે ઉભરી રહી છે. પરંતુ આ વચ્ચે સલામતીના અભાવે માસુમ બાળકીનો ભોગ લેવાય છે. રેપ (rape case) બાદ બાળકીઓની આખી જીંદગી વેરવિખેર થઈ જાય છે. આરોપીને આજીવન કેદની સજા મળે કે ફાંસીની સજા મળે, પણ બાળકીઓ જિંદગીભર એ દર્દમાંથી ઉભરી શક્તી નથી. ચાર વર્ષ અગાઉ સુરતના ડિંડોલી વિસ્તારમાં એક બાળકીને હેવાને એટલી હદે પીંખી હતી કે, ઘટનાના ચાર વર્ષ બાદ પણ બાળકીને મેડિકલ સારવાર લેવી પડી રહી છે. બાળકી આજે પણ પીડા ભોગવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિંડોલી રેપ કેસ
30 સપ્ટેમ્બર- 2018માં ડિંડોલીમાં માસૂમ બાળાને નરપિશાચે એ હદે પીંખી નાંખી હતી કે આજે પણ બાળકીને સારવારની જરૂર પડે છે. અત્યાર સુધી તેના અનેક ઓપરેશન થયા છે. તો શરીરમાં 200 થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. હાલ બાળકી તો સ્વસ્થ છે પણ પરિવાર આઘાતમાંથી બહાર નથી આવ્યો. આ કેસમાં પોલીસે 35 દિવસમાં ચાર્જશીટ કરી હતી. હવસખોરને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.


આ પણ વાંચો : અકસ્માત બાદ સ્વીફ્ટ કાર ઓળખાવા જેવી હાલતમાં ન રહી, 4 મુસાફરો કારમાં જ દબાઈને મર્યાં 


સુરતમાં પાછલા ચાર વર્ષથી હોસ્પિટલના બેડ પર જીવિત દેહની જેમ પડી માસૂમને કદાચ એ પણ જાણ નહોતી કે તેની સાથે શું થયું છે. રેપની પીડાનો અહેસાસ પીડિતા અને તેના પરિવારથી વધારે કોણ સમજી શકે છે. ડૉક્ટર બાળકી સાજી થઇ જાય તે આશાએ વારે વારે સર્જરી કરી રહ્યા છે. ડિંડોલીમાં રેપનો ભોગ બનેલી બાળકીનું હવે 9 મું ઓપરેશન કરાશે. તેના શરીરમાં હજુ પણ 200 ટાંકા છે. 3 વર્ષ અગાઉ સાડા ચાર વર્ષની બાળકી પર રેપ કરવામાં આવ્યો હતો. દુષ્કર્મ બાદ માસુમ બાળકીની શારીરિક હાલત વિખેરાઈ ગઈ હતી. બંને પાર્ટ્સ એક થઈ જતા 3 વર્ષ હાજત કરી શકી ન હતી. ત્રણ વર્ષ સુધી બાળકીને સૂઈ જ રહેવુ પડ્યુ હતું, તે ઉભી પણ થઈ શક્તી ન હતી. બાદમાં તેને ટાયર પર બેસાડવાની શરૂઆત કરાઈ હતી. નરાધમે બાળકીના હોઠ પર કરડી ખાધા હતા. તેના શરીર પર બચકા ભર્યા હતા. 


આજથી બે વર્ષ પહેલા સુરતના ડિંડોલી વિસ્તારમાં જ્યારે બાળકી સાથે જઘન્ય દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત સરકારે સુરતની વિશેષ અદાલતમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ શરૂ કરાવ્યું હતું અને સુરતની વિશેષ અદલાતે 21 નવેમ્બર 2019ના રોજ દોષી રોશનને આજીવન કેદની સજા આપી હતી. દોષી આજે પણ જેલમાં બંધ છે.