અકસ્માત બાદ સ્વીફ્ટ કાર ઓળખાવા જેવી હાલતમાં ન રહી, 5 મુસાફરો કારમાં જ દબાઈને મર્યાં

સ્વીફ્ટ કાર ટેન્કરને ઓવરટેક કરવા જતા અથડાઈ હતી, અને જોતજોતામાં કારનો બૂકડો બોલાઈ ગયો હતો. ટેન્કર સાથે અથડાયા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી

1/4

કઠલાલ તાલુકાના પોરડા પાટીયા નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. કાર કપડવંજથી કઠલાલ તરફ આવી રહી હતી તે દરમિયાન પોરડા પાસે અકસ્માત થયો હતો. સ્વીફ્ટ કાર ટેન્કરને ઓવરટેક કરવા જતા અથડાઈ હતી, અને જોતજોતામાં કારનો બૂકડો બોલાઈ ગયો હતો. ટેન્કર સાથે અથડાયા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી. 

2/4

જે કારમાં અકસ્માત સર્જાયો તેમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને કઠલાલની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, તેનુ પણ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. મૃતકોના મૃતદેહોને કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લઈ જવાયા હતા.

3/4

મૃતકોમાં બે વ્યક્તિ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બાબાજીપૂરાના છે. જયારે કે, અન્ય બે મૃતકો અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ચેજરા અને વસવલિયાના રહેવાસી છે. 

4/4