• સુરત એરપોર્ટ ઉપરથી સવારે આઠ વાગ્યે સ્પેશિયલ ચાર્ટર પ્લેનમાં ડોક્ટર ભાવનગર પહોંચ્યા 

  • તમામ ડોક્ટર્સ અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ. ભાવનગર અને બોટાદમાં પણ સેવા આપશે


તેજશ મોદી/સુરત :સૌરાષ્ટ્રભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમરેલી, જામનગર, પોરબંદર, દ્વારકા લગભગ તમામ જિલ્લાઓમાં સ્થિતિ બગડતી જઈ રહી છે. આવામાં સૌરાષ્ટ્રના વ્હારે સુરતના તબીબો આવ્યા છે. માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે સુરતથી ડોક્ટરોની ટીમ સૌરાષ્ટ્ર પહોંચી ગઈ છે. સુરતના 14 MD ડોક્ટરો આજથી સૌરાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત લોકોની સારવાર કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતાં આ નિર્ણય કરાયો છે. તમામ ડોક્ટરો મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે, તેથી તેઓ સુરતથી ખાસ વિમાનમાં રવાના થયા હતા. આ તમામ ડોક્ટર્સ અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢમાં સેવા આપશે. સાથે જ ભાવનગર અને બોટાદમાં પણ સેવા આપશે. 


આ પણ વાંચો : પત્નીના નજર સામે પતિનું મોત, હાઈવે પર પત્ની આખી રાત પતિના મૃતદેહ પાસે બેસી રહી


સુરત એરપોર્ટ ઉપરથી સવારે આઠ વાગ્યે સ્પેશિયલ ચાર્ટર પ્લેનમાં ડોક્ટર ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગર બાદ રાજકોટ પહોંચીને આઇસોલેશન સેન્ટરોની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું. નિષ્ણાત ડોક્ટરો સવારે જઈને સાંજે પરત ફરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અન્ય ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ એક સપ્તાહ માટે સેવા આપશે.


આ પણ વાંચો : IPL પ્લેયર ચેતન સાંકરિયાના પિતાનું કોરોનાથી નિધન, એક વર્ષમાં બે મોતથી પરિવાર આઘાતમાં  



કેમ આ અભિયાન શરૂ કર્યું
સૌરાષ્ટ્રના અનેક લોકો સુરતમાં સ્થાયી થયા છે. સુરતને મિની સૌરાષ્ટ્ર કહેવાય છે. આજે જ્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંકટ આવી પડ્યું છે ત્યારે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ વતનની વ્હારે આવ્યા છે. યુવાનો, ડોક્ટરો અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને સૌરાષ્ટ્ર માટે મદદનો હાથ લંબાવ્યો છે. હાલમાં 9 ડોક્ટર્સની ટીમ અહીં પહોંચી છે. બાદમાં વધુ ડોક્ટર્સ પણ અહીં ધીરે ધીરે પહોંચી રહ્યા છે. અન્ય 25 જેટલી સંસ્થાઓ પોતાના વોલેન્ટિયર્સ સાથે મળીને કામગીરી કરી રહ્યાં છે. 


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 2844 કેસ અને 190 દર્દીઓના મોતનો આંકડો સામે આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ઉંચો મૃત્યુઆંક ચિંતાજનક છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની મોટી છલાંગ જોવા મળી છે. અલગ અલગ જિલ્લામાં કોરોનાથી મોતના આંકડા પર નજર કરીએ તો....


  • રાજકોટ જિલ્લામાં 682 કેસ, 67 મોત 

  • જામનગર 643 કેસ, 63 દર્દીના મોત

  • અમરેલી 17, ગિરસોમનાથ 14

  • જૂનાગઢ 10 દર્દીના મોત...