• કેમિકલની મદદથી મનોજ પાટીલ ઘરે જ એમડી ડ્રગ્સ બનાવતો હતો. જેના માટે તે ઈન્ટરનેટની મદદ લેતો

  • આ ડ્રગ્સની ગુણવત્તા એકદમ હલકી કક્ષાની હતી. કારણ કે, તેના કેમિકલનો ઉપયોગજંતુનાશક દવા માટે કરાય છે


ચેતન પટેલ/સુરત :સુરતમાં 9 મહિના પહેલા એક કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું હતું. પરંતુ પોલીસ પૂછપરછમાં તેને લગતા ચોંકાવનારા ખુલાસા થયા છે. 1કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી મનોજ પાટીલ મહારાષ્ટ્રથી ઝડપાયો છે. ઈન્ટરનેટ ઉપર સર્ચ કરીને તે પોતાના ઘરે તૈયાર કરેલી લેબમાં MD ડ્રગ્સ બનાવતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈથી પકડાયો ડ્રગ્સ બનાવતો આરોપી 
સુરતના ડુમસમાં 9 માસ પૂર્વે કરોડના એમડી ડ્રગ્સ સાથે સલમાન ઝવેરી નામનો યુવક પકડાયો હતો. તેના બાદ સુરત પોલીસે આ ડ્રગ્સ કેસમાં મુખ્ય સૂત્રધાર મનોજ પાટીલને પકડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે મનોજ પાટીલને મુંબઈના પનવેલ પાસેથી પકડી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, વાપીની મિલમાંથી અન્ના મોંઘી કિંમતના બે કેમિકલો મુંબઈમાં મનોજ પાટીલને સપ્લાય કરતો હતો. મનોજ પાટીલે એમડી ડ્રગ્સ બનાવવા માટે ઘરમાં લેબ પણ બનાવી હતી. આ કેમિકલની મદદથી મનોજ પાટીલ ઘરે જ એમડી ડ્રગ્સ બનાવતો હતો. જેના માટે તે ઈન્ટરનેટની મદદ લેતો હતો. 


આ પણ વાંચો : મુખ્યમંત્રી બનવાની રેસમાં જાતિવાદ કેમ આવ્યો, જનતા નક્કી કરશે કે સમાજ?


ડ્રગ્સ બનાવવા મનોજે પોતાના ઘરે લેબ બનાવી હતી 
ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર મનોજ પાટીલે (ઉંમર 43 વર્ષ) બોઈલર મિકેનિકલનો કોર્ષ કર્યો હતો. તે મુંબઈમાં પોતાના ઘરે જ ડ્રગ્સ બનાવતો હતો. જેના બાદ તે વાપીથી સુરત ખાતે રહેતા સલમાન ઝવેરીને સપ્લાય કરતો હતો. તેના બાદ વીરામની ઉર્ફે અન્ના અન્ડાપયાન અને પ્રવિણ રોહીદાસ મ્હાત્રે મારફતે વાપીના મનોજ શીતલપ્રસાદ ભગતને સપ્લાય કરતો હતો. સુરતમાં પકડાયેલા ડ્રગ્સ કેસમાં 16 આરોપીઓ પોલીસના હાથ લાગ્યા છે. 


આ પણ વાંચો : આજે આ શહેરોમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી છે આગાહી


મનોજ પાટીલ કેવી રીતે ડ્રગ્સ બનાવતો
મનોજ પાટીલે પોલીસ તપાસમાં કહ્યું કે, પોતાના ઘરની લેબમાં તે ફોર અને બ્રોમીન નામના કેમિકલની મદદથી એમડી ડ્રગ્સ બનાવતો હતો. જોકે, આ ડ્રગ્સની ગુણવત્તા એકદમ હલકી કક્ષાની હતી. કારણ કે, બ્રોમીન નામના કેમિકલનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીયલમાં ડ્રાય સ્તુફ અને એગ્રીકલ્ચરમાં જંતુનાશક દવા બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ ડ્રગ્સ લેનાર લોકોને પણ તેની ગંભીર આડઅસર થઈ શકે છે.