ચેતન પટેલ/સુરત :દારૂના નશામાં ચૂર મહિલાએ એવી હરકત કરી તે તેને જ ભારે પડી હતી. સુરતની એક મહિલાએ દારૂના નશામાં પહેલા પતિ-દીકરીઓ સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. જેમાં મહિલા તો બચી ગઈ, પણ તેના એક હાથ અને બે પગ કપાયા છે. એક હાથ અને બે પગ કપાયેલી હાલતમાં મહિલા મોત સામે ઝઝૂમી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન કનસાડ વિસ્તારની આ ઘટના છે. જેમાં એક શ્રમજીવી મહિલાને દારૂ પીવાની આદત હતી. શુક્રવારે સવારે 7 વાગ્યે ઘરે આવીને આ મહિલાએ તેના પતિ મુકેશ રાઠોડ સાથે ઝઘડો કર્યો હતો. એટલુ જ નહિ, મહિલાએ તેની દીકરીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો. જેના બાદ તેણે દેશી દારૂની પોટલીમાંથી દારૂ પીધો હતો. દારૂના નશામાં ઘરની બહાર નીકળી ગઈ હતી. જેના બાદ તે ટ્રેનની અડફેટે આવી હતી. 



મુકેશ રાઠોડે પોલીસને જણાવ્યું કે, મારી પત્ની કમુબેનને દારૂ પીવાની ટેવ છે. તે રસોઈ બનાવવાનું કામ કરે છે. સુરતના એક લગ્ન પ્રસંગમાં રસોઈ બનાવવાના કામમાં હતી, ત્યાંથી પરત ફરી શુક્રવારે ફરી હતી. અમને સંતાનમા ચાર દીકરીઓ છે. ત્યારે મારી પત્નીએ મારા અને મારી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. તેના બાદ ગુસ્સામાં ઘર બહાર નીકળી ગઈ હતી. અમને સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે, કમુબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અમે હોસ્પિટલમાં ગયા ત્યારે ખબર પડી કે તેણે રેલવે ટ્રેક પર કપાયેલી હાલતમાં મળી હતી. 


આમ, મહિલાના ગુસ્સા અને દારૂ પીવાની આદતે જ તેની જિંદગી વિખેરાઈ ગઈ. વધુ પડતા ગુસ્સામાં આવીને તેણે હાથ-પગ પણ ગુમાવી દીધા છે.