Electric Current In Monsoon પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના સચિન GIDCમાં નવી કંપનીનું વાયરીંગ કરનાર ઇલેક્ટ્રિશિયનનું કરંટ લાગતા મોત મોત નિપજ્યું છે. યુવક હજી એક મહિના પહેલા જ જુડવા બાળકોનો પિતા બન્યો હતો. ત્યારે યુવકના મોતથી બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના સાચીન જીઆઇડીસી ખાતેના ડાયમંડ પાર્ક આવેલા શ્રી કૃષ્ણ સ્ટીલ કંપનીમાં એક કર્મચારી સાથે કરંટ લાગવાની ઘટના બની હતી. કંપનીના 30 ફૂટ ઊંચા પતરાના શેડ ઉપર અંદરની સાઈડ પર લાઇટનું કામકાજ કરવા જતા યુવકને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા યુવક ત્યાં જ બેભાન થઇ ગયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. યુવકને 30 ફૂટ ઊંચા પતરા પરથી નીચે ઉતારી હતો અને 108 ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબએ મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતને પગલે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ યુવકનું નામ વિજય ચિત્તે હોવાનું સામે આવ્યું છે. 


કારની છત પર બેસેલી ડાકણ સીધી ઉડીને આવી, રાતના અંધારામાં રસ્તા પર જોવા મળ્યું ભૂત


સુરતના સચિનના કનકપુર ખાતે આવેલા સરસ્વતી આવાસમાં રહેતા 30 વર્ષીય વિજય રામદાસ ચિત્તે વાયરીંગનું કામકાજ કરતો હતોય હાલમાં રામદાસ સચિન જીઆઇડીસીમાં આવેલા ડાયમંડ પાર્ક ખાતે નવી બની રહેલ કૃષ્ણ સ્ટીલ કંપનીનું વાયરીંગનું કામ તે કરી રહ્યો હતો. વિજય ચિત્તે 30 ફૂટ ઊંચા પતરાના શેડ પર ક્રેનની મદદથી ચડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રેન અન્ય કોઈ કામ માટે ત્યાંથી ચાલી ગઈ હતી. આ દરમિયાન કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે વિજયને જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી તે પતરાના ઉપર બેભાન થઈ ગયો હતો. જોકે વિજયનો અવાજ ન આવતા અન્ય તેના સાથી કર્મચારીઓ ચિંતામાં મુકાયા હતા. જેને લઇ તાત્કાલિક ફાયરને જાણ કરીને બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ હાઇડ્રોલિક સાધન સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાઇડ્રોલિક મશીન સાથેની જે સીડી છે તેનો ઉપયોગ કરીને ફાયરિટી ઉપર પહોંચી હતી અને બેભાન પડેલા યુવકને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યો હતો.


વરસાદનું ટાર્ગેટ હવે મધ્ય ગુજરાત : આ તરફ વળ્યા વાદળો, ગમે ત્યારે ત્રાટકશે ભારે વરસાદ


ઇલેક્ટ્રિશિયન વિજય ચિત્તેને કરંટ લગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિજય ચિત્તે મૂળ મહારાષ્ટ્રના વતની હતો. તે સચિન વિસ્તારમાં તેની પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. પત્નીએ એક મહિના પહેલા જ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારે વિજયના કરંટ લાગવાથી અચાનક મોતને પગલે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.


બનાવની જાણ સચિન જીઆઇડીસી પોલીસને કરવામાં આવી છે. પોલીસે કરંટથી મોતને ભેટનારે વાયરમેનનું પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે આ અંગે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


તથ્ય પટેલના પિતાનો આ ઓડિયો સાંભળી 9 મૃતકોના પરિવારજનોનું લોહી ઉકળી જશે