વરસાદનું ટાર્ગેટ હવે મધ્ય ગુજરાત : રાજ્યમાં આ તરફ વળ્યા વાદળો, ગમે ત્યારે ત્રાટકશે ભારે વરસાદ

Heavy to very heavy rains Alert : છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલીમાં ધોધમાર વરસાદ... મેરિયા નદી બે કાંઠે થતાં કોઝવે પાણીમાં ગરકાવ... દરિયામાં મોજા ઉછળતાં હોય તેવા સર્જાયા દ્રશ્યો..

વરસાદનું ટાર્ગેટ હવે મધ્ય ગુજરાત : રાજ્યમાં આ તરફ વળ્યા વાદળો, ગમે ત્યારે ત્રાટકશે ભારે વરસાદ

Gujarat Weather Forecast : ગુજરાત માટે આગામી 24 કલાક બહુ જ ભારે છે. ચોમાસાનો ચોથો રાઉન્ડ હવે આવી ગયો છે. ગુજરાતમાં વરસાદ હજી ધબધબાટી બોલાવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. ગઇકાલે રાતથી મેઘરાજા દક્ષિણ ગુજરાત પર કોપાયમાન થયા હતા. ત્યારે હવે વારો મધ્ય ગુજરાતનો છે. હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પાવીજેતપુર તાલુકામાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને કારણે જે વસવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વસવા નદી પરની સંરક્ષણ દીવાલ પણ ધરાશયી થઈ છે અને અને વહીવટી તંત્ર દ્વારા કોય અનિચ્છનીય બનાવના બને તે માટે પોલીસ જવનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે પ્રતાપનગર અને સુસકાલ વચ્ચેનું રેલવે ઘરનાળામાં 14 ફૂટ જેટલું પાણી ભારત લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 

ભારે વરસાદથી છોટાઉદેપુરનું પાવી જેતપુર જળબંબાકાર બન્યું છે. અનરાધાર વરસાદથી સુસકાલ ગામ બેટમાં ફેરવાયું છે. પાણી ભરાતા ખેતરો અને રોડ નદીમાં ફેરવાયા છે. તો રોડ પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાનો ભય છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 28, 2023

 

નર્મદાના કરજણ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેડિયાપાડા, સાગબારામાં ભારે વરસાદથી પાણીની આવક થઈ રહી છે. ડેમના 3 દરવાજા ખોલી 16,128 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી કાંઠાના 6 ગામના લોકોને તંત્રએ એલર્ટ કર્યા છે. નદીના પટમાં અવર-જવર ના કરવા લોકોને સૂચના અપાઈ છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 28, 2023

 

દક્ષિણ ગુજરાત પાણીમાં ડૂબ્યું 
મોડી રાતથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં જોવા મળ્યો. નવસારી જિલ્લાની નદીઓ ભારે પાણીથી ગાંડીતૂર બની છે. પુર્ણા, અંબિકા અને કાવેરીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ ઉદભવી છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર છે. તો અંબિકા નદી ભયજનક સપાટીથી ત્રણ ફૂટ દૂર છે. કાવેરી નદી ભયજનક સપાટીથી છ ફૂટ દૂર છે. પાણી ભરાઈ જતા નવસારી શહેરના નીચાણવાણા વિસ્તારો એલર્ટ કરાયા છે. જિલ્લાની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. નવસારી શહેરમાં રાત્રી દરમ્યાન ભરાયેલા વરસાદના પાણી ઉતર્યા બાદ પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. જિલ્લાનું વહીવટી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news