સુરત: અડાજણ વિસ્તારમાં રહેતી એક સગીરાના પૂર્વ પ્રેમીએ ફરીથી પ્રેમ સંબંધ રાખવા માટે ઇન્સ્ટાગ્રામ પર ધાક ધમકી આપી હતી. જો કે તે નહી માનતા નકલી આઇડી બનાવી યુવતીનાં મહિલાના નકલી ફોટા અને વીડિયો અપલોડ કરી દીધા હતા. જેના પગલે અડાજણ પોલીસે ગુનો નોંધીને પૂર્વ પ્રેમીની ધરપકડ કરી છે. સગીર વયમાં સોશિયલ મીડિયાની જાળમાં તરૂણો ફસાય જાય છે. પ્રેમ સંબંધમાં જોડાય છે અને ત્યાર બાદ પસ્તાય છે. જો કે આ મુદ્દે સુરતા અડાજણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારા મતદારો મારા માટે ભગવાન સમાન, મે તો માત્ર આવેલો જ એક મેસેજ ફોરવર્ડ કર્યો હતો: વડોદરા કોર્પોરેટર


સુરતના અડાજણમાં રહેતી ધોરણ 12માં અભ્યાસ કરતી યુવતીનો પરિચીત અને નવસારી ગણદેવી તાલુકાના દેવધા ગામમાં રહેતો પાડોશીના સંબંધી વિનોદ ઉર્ફે આલોખ ભાણાભાઇ હળપતિ સાથે થયો હતો. શરૂઆતના પરિચય બાદ બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેઓ વચ્ચે મુલાકાત થઇ હતી. તેઓ સાથે ફરવા માટે પણ જતા હતા. ધીરે ધીરે પ્રેમ સંબંધ બંધાયો હતો. 


અમદાવાદ: તું ખુબ જ સુંદર છે અને તારી કમર તો અતિસુંદર છે તેમ કહી યુવતીને પોતાની પાસે ખેંચી લીધી અને...
જો કે એક દિવસ સગીરાએ તેનો પ્રેમી વિનોદ પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું સગીરાને જાણવા મળતા પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. જેથી વિનોદ જબરજસ્તી પ્રેમ સંબંધ રાખવા માટે ધાક ધમકી આપવા લાગ્યો હતો. તેમ છતા સગીરા વશમાં નહી આવતા સગીરાના પ્રેમમાં પાગલ થયેલા વિનોદે પ્રેમિકા સગીરાને સબક શીખવવા માટે તેના નામનું જ એક ફેક આઇડી બનાવ્યું હતું. જેમાં સગીરાની તસ્વીરો મુકીને તેને બદનામ કરવાનું શરૂ કર્યું હતું.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube