Surat News ચેતન પટેલ/સુરત : 70થી 75 હજાર રૂપિયા લઈને બોગસ ડૉક્ટરની ડિગ્રી વેચતા રસેશ ગુજરાતીની પોલીસે ધરપકડ કરી લીધી છે. રસેશ ગુજરાતીના એક બાદ એક કાંડ ખુલ્લી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં નકલી ડૉક્ટર્સનું રેકેટ ચલાવતા રસેશ ગુજરાતીએ આખા રાજ્યમાં ડિગ્રીઓનો વેપાર કર્યો છે. ખંડેર જેવા ઘરમાં નકલી ડિગ્રીની કોલેજ ચલાવતા આરોપી રસેશનું કોંગ્રેસ કનેક્શન પણ સામે આવ્યું છે...ત્યારે જુઓ ઝી 24 કલાકના એક્સક્લૂઝિવ ખુલાસાનો આ અહેવાલ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ આ એ ખંડેર કોલેજ છે જ્યાંથી નકલી ડૉક્ટર્સનું રેકેટ રસેશ ગુજરાતી નામનો આ આરોપી ચલાવતો હતો. આ એ જ કોલેજ છે જ્યાંથી ગુજરાતમાં અનેક નકલી ડિગ્રીઓ વેચાઈ છે. અને અનેક બોગસ તબીબો હજુ પણ લોકોને સારવાર કરી રહ્યા છે. વર્ષોથી ચાલતું આ રેકેટ સરકાર કે પછી પોલીસને દેખાતું ન હતું. અને ખુલ્લેઆમ રસેશ ગુજરાતી નામનો નકલી ડિગ્રીઓનો સોદાગર 70થી 75 હજારમાં ડિગ્રી વેચતો હતો. જ્યાં આરોગ્ય વિભાગ કે પછી પોલીસ ન પહોંચી શકી ત્યાં ઝી 24 કલાકની ટીમ સૌથી પહેલા પહોંચી. અમે જ્યારે ત્યાં પહોંચ્યા તો આ નકલી કોલેજ જોઈને ચોંકી ગયા. કારણ કે અહીં ખુલ્લેઆમ સારવાર અને જાતભાતની સુવિધાના બોર્ડ મારેલા હતા. પરંતુ નતો આરોગ્યના એક પણ અધિકારીની નજર પડી. ન તો પોલીસના અધિકારીની નજર પડી. 


  • નકલી ડિગ્રીની કોલેજ

  • રશેસ ગુજરાતીની કોલેજ 

  • અહીં મળતી હતી ડિગ્રી 

  • 75 હજાર મળતી ડિગ્રી 

  • ખંડેર બિલ્ડીંગ

  • ખુલ્લેઆમ નકલીનો કારોબાર

  • બિલ્ડીંગ નજરે કેમ ન પડ્યું?

  • અધિકારીઓ ક્યાં હતા?


લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની રસેશ ગુજરાતી નામના આરોપી જાણે સોપારી લીધી હતી. 75 હજારમાં રસેશ ગુજરાતી નામનો આ નરાધમ BEMS નામની ડિગ્રી આપતો હતો અને આ ડિગ્રી લેવા માટે કોઈ અભ્યાસની જરૂર નહતી. માત્ર પૈસા આપો એટલે ડિગ્રી તૈયાર. એક-બે નહીં પણ હજારો ડિગ્રી રસેશ ગુજરાતીએ વેચી છે. પરંતુ જ્યારે પોલીસે તેની ધરપકડ કરી તો બીજા પણ અનેક ઝોલા છાપ ડૉક્ટર્સ તેની સાથે ઝડપાયા. 


આરોગ્ય મંત્રી આ શું થઈ રહ્યું છે? ગુજરાતમાં બોગસ તબીબોના રાફડો ફાટ્યો


નકલીનો કાળો કારોબાર 


  • 75 હજારમાં રસેશ ગુજરાતી BEMSની ડિગ્રી આપતો હતો

  • ડિગ્રી લેવા માટે કોઈ અભ્યાસની જરૂર નહતી

  • માત્ર પૈસા આપો એટલે ડિગ્રી તૈયાર

  • એક-બે નહીં પણ હજારો ડિગ્રી રસેશ ગુજરાતીએ વેચી


પોલીસે રસેશ ગુજરાતી સહિત કેટલાક નકલી ડૉક્ટર્સને ઝડપ્યા છે. પરંતુ આ તો માત્ર દરિયામાંથી ડોલ ભરીએ તેટલા જ છે. જો વ્યવસ્થિત તપાસ થાય તો આંકડો હજારોમાં પહોંચી શકે તેમ છે. સવાલ આરોગ્ય અને પોલીસ વિભાગની નિષ્ઠાથી તપાસનો છે. તો નકલીના સોદાગર રસેશ ગુજરાતીનો એક લેટર ઝી 24 કલાકને મળી આવ્યો છે. આ લેટર પરથી સાબિત થાય છે કે રસેશનું કોંગ્રેસ કનેક્શન હતું. રસેશની જેતે સમયે સુરતમાં કોંગ્રેસના ડૉક્ટર સેલના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ લેટર પરથી સાબિત થાય છે કે રાજનેતાઓના ચાર હાથ હોવાને કારણે જ તે સમગ્ર રાજ્યમાં નકલીનો આ કાળો કારોબાર ચલાવતો હતો. તો લેટર જેની સહીથી આપવામાં આવ્યો હતો તે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા પોતાનો બચાવ કર્યો.


ગુજરાતમાં કાયદાના ધજ્જિયાં ઉડ્યા! બાળ લગ્નનો કાયદો છતા આ જિલ્લામા 678 સગીરા માતા બની


સાચી તપાસ ક્યારે? 


  • પોલીસે રસેશ ગુજરાતી સહિત કેટલાક નકલી ડૉક્ટર્સને ઝડપ્યા

  • માત્ર દરિયામાંથી ડોલ ભરીએ તેટલા બોગસ તબીબ ઝડપાયા 

  • જો વ્યવસ્થિત તપાસ થાય તો આંકડો હજારોમાં પહોંચી શકે

  • સવાલ આરોગ્ય અને પોલીસ વિભાગની નિષ્ઠાથી તપાસનો છે


પોલીસે અત્યારે જે કામગીરી કરી તેની વાહવાહી થઈ રહી છે. પરંતુ આ કાર્યવાહી પહેલા થવાની જરૂર હતી. જો વહેલા કાર્યવાહી થઈ હોત તો કદાચ ઘણા ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે હાલ થઈ રહેલા ચેડા ન થતાં. અને જે કેટલાક મોત નિપજ્યા છે તે કદાચ બચી જતાં. રસેશ ગુજરાતી જેવા નરાધમ આરોપીને તો ફાંસીના માંચડે જ લટકાવો જોઈએ. આવા સમાજ વિરોધી લોકોને સમાજમાં રહેવાનો કોઈ જ હક નથી. જોવું રહ્યું કે પોલીસ તપાસમાં આગળ શું નવા ખુલાસા થાય છે? 


બેફામ કાર ચલાવનાર નબીરા પર મોટું એક્શન, રદ થયું રિપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસન્સ