Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના સચિન જીઆડીસી વિસ્તારમાં પોતાના બે માસૂમ બાળકોને દૂધમાં ઝેર ભોળવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ત્રણેયને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે બાળકોને સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે માતાને પણ હોસ્પિટલના અન્ય વોર્ડમાં ખસેડી આગળની તપાસ સચિન જીઆડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાના બીજા લગ્ન છે. જ્યાં બંને બાળકો પહેલાં પતિના છે. ડિપ્રેશનમાં આવી આ પગલું ભર્યું હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં દિન-પ્રતિદિન આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેની પાછળ કોઈ પારીવારીક અથવા તો આર્થિક ભીંસ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. જ્યાં વધુ એક આપઘાતના પ્રયાસની ઘટના સુરતના સચિન જીઆડીસી વિસ્તારમાં બની છે. એક માતાએ જ પોતાના બે બાળકોને દૂધમાં ઝેરી ભેળવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે.


બાતમીદારોના બાદશાહ અને અમિત શાહના ખાસ : પોલીસ તંત્રમાં એમના નામના સિક્કા પડતા


સચિન જીઆડીસી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાલિગામ ખાતે સંતાનો સાથે રહેતી મહિલાએ આ પગલું ભર્યું હતું. જ્યાં માતાએ બે વર્ષની બાળકી અને સાત વર્ષના બાળકને દૂધમાં ઝેર આપી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લેતા આડોશ-પાડોશના લોકો દ્વારા તાત્કાલિક. ત્રણેયને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંને બાળકોને હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે માતાને સિવિલ હોસ્પિટલના અન્ય વોર્ડમાં ખસેડવામાં આવી છે. હાલ ત્રણેયની હાલ સારવાર ચાલી રહી છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર બંને બાળકો સહિત માતાની તબિયત હાલ સુધારા પર છે.


વધુમાં સચિન જીઆડીસી પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલાના આ બીજા લગ્ન છે. જે બાળકો છે, તે પહેલા પતિના છે. બીજો પતિ પણ મહિલાથી અલગ રહે છે. મહિલાની પ્રાથમિક પુછપરછમાં તેણીએ ડિપ્રેશનમાં આવી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં આપઘાતના પ્રયાસનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હથ ધરવામાં આવી છે.


એર હોસ્ટેસ યુવતીના ઈલુ ઈલુનું આવું પરિણામ : પ્રેમીએ કહ્યું, સંબંધ રાખ નહિ રૂપિયા પાછ