એર હોસ્ટેસ યુવતીના ઈલુ ઈલુનું આવું પરિણામ : પ્રેમીએ કહ્યું, સંબંધ રાખ નહિ રૂપિયા પાછા આપ
Love Story : ગાંધીનગરમાં રહેતી એર હોસ્ટેસને પ્રેમસંબંધ ભારે પડ્યો, સંબંધ તૂટતા પૂર્વ પ્રેમીએ એક વર્ષ દરમિયાન કરેલો ખર્ચ પરત માગી માનસિક ત્રાસ આપ્યો
Trending Photos
Ahmedabad News : આજકાલના યંગસ્ટર્સને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનાવતા વાર નથી લાગતી. એક જાય તો બીજી આવે, અને બીજી જાય તો ત્રીજી આવે. ત્યારે ગાંધીનગરનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરની એર હોસ્ટેસને ગ્વાલિયરના યુવક સાથે એક વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો હતો. યુવતીએ સંબંધો તોડી નાંખતા યુવકે તેની પાછળ એક વર્ષમાં કરેલો ખર્ચો માંગ્યો હતો. અને જો રૂપિયા નહિ આપે તો સંબંધ ચાલુ રાખવા દબાણ કર્યું.
પૂર્વ પ્રેમીએ પિત્તો ગુમાવી એક વર્ષ દરમ્યાન એર હોસ્ટેસ પાછળ કરેલ ખર્ચનો હિસાબ કાઢી પૈસા પરત કરવા નહીં તો સંબંધો ચાલુ રાખવા માટે વારંવાર મોબાઇલ ઉપર માનસિક ટૉર્ચરિંગ કરી મર્ડરની ધમકીઓ આપવામાં આવતી હોવાથી સમગ્ર મામલો અડાલજ પોલીસ મથકે નોંધાયો છે.
યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, હું અમદાવાદ એરપોર્ટ પર એરહોસ્ટેસ તરીકે નોકરી કરું છું. આજથી ચાર વર્ષ પહેલા હું ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે રહેતા હર્ષિત વર્ધન પાઠકના સંપર્કમાં આવી હતી. અમે બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. બાદમાં અમારી વચ્ચે મિત્રતા થઈ હતી. અમે બંને એક વર્ષ સુધી એકબીજાના સાથે પરિચયમાં રહ્યા હતા અને ત્યાર પછી હું આસામ જતી રહી હતી. જેથી અમારી વચ્ચેનો સંબંધ પૂરો થઈ ગયો હતો. પરંતુ ત્યાર બાદ પણ હર્ષિત મને ફોન કરતો હતો.
હર્ષિત વારંવાર ફોન કરી મને સંબંધ રાખવા જીદ કરતો હતો. તે મને માનસિક ટોર્ચર કરી હેરાન પરેશાન કરવા લાગ્યો. તેણે મને કહ્યું કે, તારે સંબંધ રાખવો ન હોય તો તું મને પૈસા આપ. તું મારી સાથે બોલીશ નહીં તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપવા લાગ્યો. ફોન પર મને ટોર્ચર કરી પરેશાન કરી ધમકીઓ આપવા લાગ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે