Surat Food ચેતન પટેલ/સુરત : અત્યાર સુધી ચા ના રસિયાઓએ આદુ, ગોળ, એલચીના સ્વાદની ચા માણી હશે. પરંતુ સુરતમાં આ સમયે ચોમાસામાં ચા ના રસિયા ફ્રૂટ ટીની મજા માણી રહ્યા છે. સુરતમાં એક નાનકડી ચાની લારી એવી છે કે જેમાં ચા, ખાણ અને દુધની સાથે સાથે વિવિધ પ્રકારના ફ્રુટ કાપીને નાંખવામાં આવી રહ્યા છે અને બની રહી છે ફ્રૂટ ટી. ચામાં સફરજન, કેળું, કેરી, સીતાફળ, જાંબુ કે ચીકુ જેવા ફ્રુટનો માવો કે ચોકલેટ, કોકો જેવી વસ્તુઓ નાંખીને ચા ને ટેસ્ટી કરવામાં આવે છે. આ ચા ની કિંમત રૂ 50 લઈ રૂ 200 સુધીની કિંમત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આદુ એલચી સહિત અનેક પ્રકારની ચા અંગે આપે સાંભળ્યા હશે અથવા તો પીધી પણ હશે પરંતુ સુરતમાં ખાસ પ્રકારની ચા લોકો ચોમાસાની સિઝનમાં પસંદ કરી રહ્યા છે. આ ચાની ખાસિયત છે કે આની અંદર કેળા સફરજન, કેરી અને સિઝનલ ફ્રુટ નાખીને ચા તૈયાર કરવામાં આવે છે. નાનકડી ચાની લારી પર કોઈએ વિચાર્યું પણ ન હશે કે અહીં ફ્રુટ ટી મળી શકે છે કારણ કે અત્યાર સુધી લોકોએ ફુદીના, તુલસી, આદુ, લીલા ચા થી તૈયાર થનાર ચા પીધી હશે પરંતુ અલગ અલગ ફળ થી બનાવવામાં આવનાર ચા અંગે કોઈએ સાંભળ્યું પણ ન હશે. પરંતુ ચા ના વિક્ર્તા મનીષભાઈ જે ચા બનાવે છે તેની ખાસિયત છે કે તેની અંદર અલગ અલગ પ્રકારના ફ્રુટ નાખવામાં આવે છે. 


ગુજરાતના આ પાટીદાર શિક્ષક વિદ્યાર્થીઓના છે ફેવરિટ સર, તેમનો ક્લાસ આવે મજા પડી જાય છે


સુરત શહેરના સોની ફળિયા ખાતે એક નાનકડી ચા ની લારી ચલાવનાર મનીષભાઈ ફ્રુટ ટી બનાવવા માટે જાણીતા છે. ચામાં સફરજન, કેળું, કેરી, સીતાફળ, જાંબુ કે ચીકુ જેવા ફ્રુટનો માવો કે ચોકલેટ, કોકો જેવી વસ્તુઓ નાંખીને ચા ને ટેસ્ટી કરવામાં આવે છે. 50 રૂપિયા થી માંડીને 200 સુધીની આ ચા છે. દૂધમાં નાખીને જે ફ્રુટ ખાઈ શકાય તેની અંદર કોકો પાવડર અને ચા પત્તી નાખીને ચા તૈયાર કરવામાં આવે છે અથવા તો જેની અંદર ખટાશ હોય તેવા ફ્રુટ પાણીમાં નાખીને ચા બનાવવામાં આવે છે, લોકો ખૂબ જ પસંદ કરે છે.


ખુશખબરી છે ખુશખબરી! પેટ્રોલ-ડીઝલ ઘટવાના આ સમાચારથી લોકો મોજમાં આવી ગયાં


ચાની અંદર અલગ અલગ પ્રકારના ફ્રુટની વેરાઈટીથી અલગ જ સ્વાદ આવે છે. ફ્રુટ નાંખીને ચા અંગે ભાગ્યે જ કોઈ માની શકે તેમ છે. લોકો ન માની શકે તેવી અનોખી ચા સુરતના સોનીફળિયા પાણીની ભીત ખાતે આવેલી નાનકડી ચાની લારીમાં વેચાઈ રહી છે અને પીવાય રહી છે. 


ઉલ્લેખનીય છે કે ચોમાસાની સીઝનમાં લોકો ચા વધારે પસંદ કરતા હોય છે. ચાના રસિયાઓ માટે અલગ અલગ ફલથી તૈયાર આ ચા સાંભળી ચોક્કસથી કૌતુહલ સર્જાય તેવું છે. સીઝનલ ફ્રુટ નાખીને પણ સ્વાદિષ્ટ ચા બનાવી શકાય તે વિચાર નાનકડી ચાની લારી ચલાવનાર વિક્રેતાને આવી શકે તે પણ આશ્ચર્યનો વિષય છે. 


રાજ્યસભાની રેસમાં કોણ રહેશે ને કોણ જશે? આ બે જુના જોગીઓ પર ભાજપ ફરી દાવ ખેલશે?


સુરતીઓ તમને જાણીને ગર્વ થશે કે, સુરત સહિત ભારતમાં 17મી સદી (1648) માં સુરત સહિત સમગ્ર ભારતમાં ચાની એન્ટ્રી કરવાનો શ્રેય સુરતના વેપારી વિરજી વોરાનો ફાળે જાય છે. આજથી 370 વર્ષ પહેલાં સુરતમાં સુરતમાં ચાની એન્ટ્રી બાદ તાપી નદીમાં અનેક પાણી વહી ગયાં, પણ સુરતીઓનો ચા પ્રત્યેનો લગાવ યથાવત જોળી રહ્યો છે. 


પાટીલનું સપનું તોડવા ગોહિલનો ગેમપ્લાન, 30 દિવસમાં એવું કરશે કે ભાજપને ટેન્શન આવશે