સુરતઃ ભાજપના મહિલા કોર્પોરેટરના પિતા અને ભાઇ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
સુરતના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા દ્વારા બાંધકામ સાઇટ ઉપર હેરાન ન કરવા બાબતે રૂ.75 હજારની માંગ્યા હતા.
સુરતઃ સુરતમાં ACB એ સપાટો બોલાવતા મહિલા કોર્પોરેટરના કોર્પોરેટરના પિતા અને ભાઇ ઝડપાયા છે. વોર્ડ નં 11 ના કોર્પોરેટરના પિતા અને તેના ભાઇએ બાંધકામની સાઇટ પર હેરાનગતિ ન કરવા માટે 75 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી દ્વારા ACBમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ACB એ છટકું ગોઠવતા બન્ને લોકો 55 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર સુરતના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા દ્વારા બાંધકામ સાઇટ ઉપર હેરાન ન કરવા બાબતે રૂ.75 હજારની માંગ્યા હતા. તેમાંથી 20 હજાર રૂપિયા પહેલા લઈ લેવામાં આવ્યા હતા. બાકીની રકમ લેવા જતા સમયે એસીબીએ પોતાની ઝાળમાં ફસાવી લીધા છે.
શહેરના સૈયદપુરામાં આવેલી લેખડીયા શેરીના રાજવીર કોમ્પલેક્ષમાં મોહનભાઇ સુમરા અને પ્રણાલી મંદિરની સામે પ્રિન્સ ઉર્ફે વીકી મોહનભાઇ સુમરા રહે છે.
આ બંન્ને વ્યક્તિ વોર્ન નં-11ના ભાજપના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા અને ભાઇ છે. તેમણે ફરિયાદીના મિત્રની સાઇટ પર હેરાનગતી નહીં કરવા કોર્પોરેટર વતી 75 હજારની માંગણી કરી હતી. તેમાંથી 20 હજાર રૂપિયા અગાઉ લઈ લીધા હતા.
બાકીના 55 હજાર આપવાના હતા ત્યારે ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી. તો એસીબીએ છટકું ગોઠવતા બંન્ને આરોપીઓ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.