તેજશ મોદી, સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 22ના મોત બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. 55 ટીટીએલ એટલે કે ટર્ન ટેબલ લેડર ધરાવતી ફાયરની ગાડી સુરત પહોંચી ગઈ છે. આ ફાયરની ગાડી 55 મીટર સુધી ઉંચે સુધી પહોંચી રેસ્ક્યુ કરી શકે છે. આ ફાયરની ગાડી જર્મનીથી મંગાવવામાં આવી છે. જર્મનીથી આ ફાયરની ગાડી મુંબઈ પોર્ટ પર આવી હતી. ત્યારબાદ સુરત લાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાયર ઓફિસર ઈશ્વર પટેલે તક્ષશિલા આગ્નિકાંડ અંગે જણાવ્યું હતું કે, તક્ષશિલા આગની ઘટનામાં બાળકોના મોત એ ખૂબ જ દુઃખદ ઘટના છે. ચોક્કસ જો આ ફાયરની ગાડી હાજર હોત તો રેસ્ક્યુ કરવામાં સરળતા થાત.. હાલ આ ફાયરની ગાડી ક્યાં મૂકવી તેનો નિર્ણય કરવામાં આવ્યો નથી. આ ફાયરની ગાડી અંગે ફાયરના જવાનોને તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ ગાડી ફાયર સ્ટેશન પર મૂકવામાં આવશે.


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...