સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગી આગ, 12 કર્મચારીઓને બચાવી લેવાયા
- બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ (surat fire) લાગી હતી અને બીજા અને ત્રીજા માળે કર્મચારીઓ કામ કરતા હતા
- એક કલાક રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું, જેમાં તમામ 12 કારીગરોને બચાવી લેવાયા હતા
તેજશ મોદી/સુરત :સુરત શહેરમાં વધુ એકવાર આગની ઘટના બની હતી. સુરતના કતાર ગામની એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં 12 જેટલા કર્મચારીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. તમામને લેડર મશીનની મદદથી બચાવી લેવાયા હતા. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ (surat fire) લાગી હતી અને બીજા અને ત્રીજા માળે કર્મચારીઓ કામ કરતા હતા.
આ પણ વાંચો : હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, માસ્ક નહી પહેરનાર વેપારીને પાસા, તો રાજકીય નેતાઓને કેમ નહિ?
ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી, ઉપરના માળે કારીગરો રહેતા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં અશ્વિનીકુમાર ફૂલપાડા રોડ ઉપર આવેલી નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોઇડરીના કારખાનામાં આગ લાગી હતી. રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ શોર્ટસર્કિટને કારણે સાડી પોલીસના મશીનમાં લાગી હતી. કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. જેને કારણે દોડધામ મચી ગઈ હતી. આગ નીચેના ફ્લોર પર લાગી હતી. પરંતુ બિલ્ડીંગના બીજા અને ત્રીજા માળે એમ્બ્રોઈડરી કારખાનાના કારીગરો રહેતા હતા. બીજા અને ત્રીજા માળે ઓડિશાના કારીગરો રહેતા હતા.
આ પણ વાંચો : વીડિયો ફોન પર યુવતી ન્યૂડ થઈ જાય તો ચેતી જજો, રેકોર્ડિંગ થાય છે તમારી હરકતો..
લેડર મશીનથી કારીગરોને બચાવી લેવાયા
આગના બનાવની જાણ થતા જ કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારીઓ ટીમ સાથે દોડી ગયા હતા. આગને બૂઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. બીજા અને ત્રીજા માળે 12 જેટલા કારીગરો હતા, જેમને લેડરની મદદથી સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. એક કલાક રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું, જેમાં તમામ 12 કારીગરોને બચાવી લેવાયા હતા.
આમ, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ અનેક સાડીના રોલ આગમાં બળી ગયા હતા.
આ પણ વાંચો : હિમાચલના હિલ સ્ટેશન જેવો નજારો ધરાવતા ગુજરાતના નાનકડા ગામમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાયો