વીડિયો ફોન પર યુવતી ન્યૂડ થઈ જાય તો ચેતી જજો, રેકોર્ડિંગ થાય છે તમારી હરકતો..

માણસોની સુરક્ષા માટે સૌથી જોખમી હથિયાર તેના હાથમાં જ હોય છે. એ છે સોશિયલ મીડિયા. સાયબર ક્રાઈમ (cyber crime) નો દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અનેક લોભામણી લાલચો આપીને છેતરવામાં આવે છે. ત્યારે હવે સોશિયલ મીડિયા (social media) ના ગઠિયાઓએ પોર્નને ટાર્ગેટ બનાવ્યું છે. સેક્સ ભૂખ્યા લોકોને પોર્નના માધ્યમથી છેતરવુ સરળ છે સમજી ગયેલા ગઠિયાઓએ હવે છેતરપીંડી માટે નવી મોડસ ઓપરેન્ડી બનાવી છે. 
વીડિયો ફોન પર યુવતી ન્યૂડ થઈ જાય તો ચેતી જજો, રેકોર્ડિંગ થાય છે તમારી હરકતો..

ઝી મીડિયા/બ્યૂરો :માણસોની સુરક્ષા માટે સૌથી જોખમી હથિયાર તેના હાથમાં જ હોય છે. એ છે સોશિયલ મીડિયા. સાયબર ક્રાઈમ (cyber crime) નો દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અનેક લોભામણી લાલચો આપીને છેતરવામાં આવે છે. ત્યારે હવે સોશિયલ મીડિયા (social media) ના ગઠિયાઓએ પોર્નને ટાર્ગેટ બનાવ્યું છે. સેક્સ ભૂખ્યા લોકોને પોર્નના માધ્યમથી છેતરવુ સરળ છે સમજી ગયેલા ગઠિયાઓએ હવે છેતરપીંડી માટે નવી મોડસ ઓપરેન્ડી બનાવી છે. 

રાજકોટમાં છેલ્લા છ મહિનામાં સોશિયલ મીડિયાથી 414 લોકોને ફસાવી બ્લેકમેઇલ કરવામાં આવ્યાનું રાજકોટ પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં સૌથી વધુ પોર્ન યુઝર્સ ફસાયા છે. યુઝર્સ પોર્ન વીડિયો (porn video) જુએ ત્યારે તેને ખબર પણ હોતી નથી કે આ વીડિયો તેને બરબાદી તરફ લઈ જાય છે. 

શું છે આ મોડસ ઓપરેન્ડી
પુરુષો (porn users) ને સૌથી પહેલા યુવતીના નામે ફોન કે મેસેજ કરવામાં આવે છે. ત્યાર બાદ યુવતી તેને મીઠીમીઠી વાતોમાં ફસાવે છે. આ બાદ વ્યક્તિના નંબર પર વીડિયો કોલ આવે છે. જેને રિસીવ કરતા જ તેમાં પોર્ન વીડિયો ચાલુ થઈ જાય છે. આ દરમિયાન પોર્ન જોનારા લોકોનું રેકોર્ડિંગ થઈ જાય છે. બાદમાં આ જ રેકોર્ડિંગથી લોકોને બ્લેકમેઈલ કરવામાં આવે છે. રેકોર્ડિંગ બતાવીને લાખો રૂપિયા લૂંટી લેવામાં આવે છે. 

રાજકોટમાં આવી રીતે ફસાનારાઓની સંખ્યા વધી 
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં આ રીતે ભોગ (cyber crime) બનાનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાં રાજકોટમાં છેલ્લા છ મહિનામાં 414 લોકોનું રેકોર્ડિંગ કરી બ્લેકમેઇલ કરાયા હતા, કેટલાક લોકોએ રૂ.10 હજારથી માંડી 1 લાખ સુધીની રકમ ગુમાવી છે. 

આ રીતે રહો સતર્ક

  • જો તમને શનિવાર-રવિવારની રજામાં બેંકના આર્થિક વ્યવહાર માટે ફોન આવે તો ચેતી જજો. રજાના દિવસોમાં છેતરપીંડીના કરનારા ફોન કરે છે. 
  • આ બંને દિવસોમાં બેંકમાં રજા હોય છેતરપિંડી કરતા તત્ત્વો આ બંને દિવસોમાં સૌથી વધુ ફોન કરી લોકોને પોતાની જાળમાં ફસાવે છે
  • અજાણી વ્યક્તિ દ્વારા ઓટીપી માગવામાં આવે ત્યારે કોઇપણ સંજોગોમાં તેને ઓટીપી આપતા નહિ
  • અજાણી વ્યક્તિનો વીડિયો કોલ રિસીવ કરવો નહિ, જો ફોન ભૂલથી રિસીવ થઇ જાય તો સામી વ્યક્તિ કહે તેમ કરવું નહિ
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news