સુરત કરૂણાંતિકા: ફરજમાં બેદરકારી દાખવવા બદલ ફાયર વિભાગના 2 અધિકારીઓ સસ્પેન્ડ
સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. મૃતકોમાંથી 14 વિદ્યાર્થીઓના આજે અંતિમ સંસ્કાર કરાયા છે. આ ઘટનામાં ફાયર વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. જેને લઈને સુરત મ્યુનિસિપલ કમિશનરે ફાયર વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.
સુરત: સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. મૃતકોમાંથી 14 વિદ્યાર્થીઓના આજે અંતિમ સંસ્કાર કરાયા છે. આ ઘટનામાં ફાયર વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. જેને લઈને સુરત મ્યુનિસિપલ કમિશનરે ફાયર વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.
મળતી માહિતી મુજબ આટલી ગંભીર ઘટનામાં બેદરકારી દાખવવા બદલ ફાયર વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં છે. જેમાં ફાયર ઓફિસર કિર્તી મોઢ અને ડેપ્યુટી ફાયર ઓફિસર એસ.કે. આચાર્યનો સમાવેશ થાય છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
જુઓ LIVE TV