સુરત :મોદી સમાજ પર ટિપ્પણી કરવા બદલ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આ મામલે આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. તેઓ સવારે 9.55 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ સહિત અલગ અલગ 5 સ્થળોએ  ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. કોર્ટથી પરત 11:25 કલાકે તેઓ એરપોર્ટથી રવાના થશે. આજે રાહુલ ગાંધી સુરત (Surat) માં આવી રહ્યા છે. ત્યારે તેમના આગમનને પગલે બુધવારે SPG અને ગુજરાત પોલીસે રિહર્સલ કર્યું. એરપોર્ટથી કોર્ટ સુધી જવાના રસ્તા પર રિહર્સલ કરવામાં આવ્યું. ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડે પણ કોર્ટની તપાસ કરી. આજે રાહુલ ગાંધીની સુરક્ષામાં 250 જેટલા પોલીસકર્મીઓ હાજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ પર ટિપ્પણી કરી હતી. જે અંગે સુરતના ધારાસભ્ય પૂણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ડેફરમેશનનો કેસ કર્યો હતો. જે મામલે આવતીકાલે સુરત કોર્ટમાં તારીખ હોઈ રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપશે. 



લોકસભામાં મળેલી હાર બાદથી જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેમને એક બાદ એક દેશની અલગ-અલગ કોર્ટમાં હાજર થવું પડી રહ્યું છે. નોટબંધી દરમિયાન અમદાવાદ જિલ્લા સહકારી બૅંકમાં કરોડો રૂપિયા જમા કરાવવાના આરોપ લગાવવા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાની વિરૂધ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે તેઓને જુલાઈ મહિનામાં અમદાવાદની કોર્ટમાં હાજર થવુ પડ્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :