Surat News ચેતન પટેલ/સુરત : કતારગામમાં તરછોડાયેલી બાળાના મોત મામલે કતારગામ પોલીસે કિશોરીના માતાપિતા, તબીબ, આયા અને રીક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે. તરુણીને ગર્ભ રહી જતા તેનું પાપ છુપાવવા સુરત લાવવામાં આવી હતી અને બાદમાં બાળકીના જન્મ થતાની સાથે જ તેને કતારગામ બાળ આશ્રમ નજીક તરછોડી દેવામાં આવી હતી. તરછોડાયેલી બાળકીનું એક દિવસ બાદ મોત નિપજ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કતારગામમાં તરછોડાયેલી અને બાદમાં મૃત્યુ પામેલી નવજાત બાળા મહારાષ્ટ્રની એક સગીરાની હતી. કતારગામ પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને તરૂણીના માતા- પિતા એક રિક્ષાચાલક સહિત પાંચની ધરપકડ કરી છે. બે દિવસ પહેલાં કતારગામ નવજાત બાળાને તરછોડવામાં આવી હતી. જેને બાદમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. એક દિવસની સારવાર બાદ આ બાળાનું મૃત્યુ થયું હતું. જેમાં કતારગામ પોલીસે સીસૌટીવીની વિગત સાથે તપાસ હાથ ધરતા બાળાને છોડી જનાર રિક્ષાચાલકની ભાળ મળી હતી. જેને અટકાયતમાં લઈને વધુ તપાસ હાથ ધરતા આ બાળાના માતા-પિતા અને બાદમાં બાળાની જ્યાં પ્રસૂતિ થઈ હતી, એ નર્સિંગ હોમમાં કામ કરતી બે નર્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. 


દાદા દિલ્હી જવા નીકળ્યા, ને 200 કરોડનું વિમાન ખરા સમયે ઉડ્યું જ નહિ, કલાકો રાહ જોઈ


કોની કોની ધરપકડ
(૧) તરૂણીના માતા
(૨) તરૂણીના પિતા
(૩) મીનાબેન મનુભાઈ રામનારાયણ જયશ્વાલ- અક્ષય ક્લિનિક એન્ડ નર્સિંગ હોમ
(૪) મંગલાબેન ગૌતમભાઈ ધોંડ
(૫) રાહુલ ભાસ્કર સૂર્યવંશી (રિક્ષાચાલક),


સમગ્ર મામલે જાણવા મળેલી વિગત અનુસાર મહારાષ્ટ્રના બુલઢાણાના પરિવારની ૧૬ વર્ષિય તરૂણીને ગર્ભ રહ્યો હતો. જેને સુરત ખાતે લાવવામાં આવી હતી. આ તરૂણીને બાળાને જન્મ આપ્યો હતો તરૂણી કુંવારી માતા બની હોય તેના માતા-પિતાએ નવજાત બાળાને અનાથ આશ્રમમાં છોડી દેવાનો વિચાર કર્યા હતો. કતારગામ વિસ્તારમાં અનાથ આશ્રમ છે ત્યારે એની બાજુમાં જ બાળાને છોડી દેવાઈ હતી. જ્યાં બાળા ના શરીર પર લાલ કીડી ચઢી જતા તેને ડંખ માર્યા હતા. બાદમાં બાળકી પર સ્થાનિક લોકોની નજર આ બાળકી પર જતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતા.જો કે આ કમનસીબ બાળા લાંબુ જીવી નહોતી. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલી આ બાળાનું મોત થયું હતું.


અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેન રદ, તો કેટલીક ડાયવર્ટ કરાઈ, આ શિડ્યુલ જાણી મુસાફરી કરજો