Gujarati Child Writers : નાની ઉંમરમાં જ્યારે બાળકો સોશિયલ મીડિયા અને ગેજેટમાં રસ ધરાવે છે ત્યારે સુરતની માત્ર 11 વર્ષની દિશીતા જૈને એક એવું પુસ્તક લખ્યું છે જેના કારણે ભલભલા લોકો વિચારમાં પડી જશે. અગત્યની વાત છે કે માત્ર સાત દિવસમાં 11 વર્ષની છોકરી દ્વારા લખાયેલી 100 જેટલી પુસ્તક વેચાઈ પણ ગઇ છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં રહેતી દીશીતા જૈન જ્યારે આઠ વર્ષની હતી ત્યારે તેને ખબર પડી કે અનેક ક્ષેત્રોમાં રિસર્ચ માટે પ્રાણીઓ પર સંશોધન કરવામાં આવતું હોય છે. આ સંશોધનના કારણે પ્રાણીઓ સાથે ક્રૂરતા થાય છે. આ વાત તેને ખૂબ જ આ ઘર કરી ગઈ હતી. પ્રાણીઓ સાથે આવી ઘટના ન થાય આ માટે તેને પુસ્તક લખવાનું વિચાર કર્યું અને નાની ઉંમરમાં 45 પાનાનું પુસ્તક તેને લખી કાઢ્યું છે. લાઈફ ઓફ અ ટ્વીન ‘સ્ટોરી ઓફ ટ્વિન હુડ’ નામની પુસ્તકમાં તેણે જે વિચાર મુક્યો છે તે બુદ્ધિજીવીઓને પણ વિચારવા પર મજબૂર કરી દેશે.માત્ર પ્રાણીઓ માટે જ નહીં પરંતુ હાલ તેની ઉંમરના જે પણ બાળકો છે તેઓની વિચારસરણીને લઈ પણ તેણે પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. 


વંદેભારત ટ્રેનને વલસાડ પાસે ફરી અકસ્માત, મોટી દુર્ઘટના થતા રહી ગઈ


આ અંગે પોતે દીશીતા જૈને જણાવ્યું હતું કે, ઘણીવાર જોયું છે કે નાની ઉંમરના બાળકો પણ એકબીજાને મદદ કરતા નથી અને તેમનો મજાક ઉડાવે છે એટલું જ નહીં ઘણા બાળકો એવા છે કે જેઓને લાગે છે કે તેમને ઘણું બધું આવડે છે અને ક્યારેય પણ મદદ લેતા નથી. આ થવું જોઈએ નહીં. આનો ઉલ્લેખ પણ પુસ્તકમાં કર્યો છે. સાથોસાથ પુસ્તકમાં પ્રાણીઓ અંગે પણ ઉલ્લેખ કર્યો છે. જેથી લોકો રિસર્ચ માટે પ્રાણીઓનો ઉપયોગ ન કરે અને પોતાને આ પ્રાણીઓની જગ્યાએ મૂકે ત્યારે ખબર પડશે કે કેટલીક ક્રૂરતા તેમની સાથે થઈ રહી છે.


ગુજરાતના આ મંદિરમાં ગમે ત્યારે સિંહો આવી ચઢે છે, અહીં દર્શન કરવા પરમિશન લેવી પડે છે


દિશીતાની માતા શ્વેતા જૈને જણાવ્યું હતું કે, નાનપણથી જ તેને પ્રશ્ન પૂછવાની ઉત્સુકતા અમે જોઈ છે. અનેક વાર તો આવી પરિસ્થિતિ થતી હતી કે અમે તેને કહેતા હતા કે હવે તું પ્રશ્ન પૂછીશ નહીં. પરંતુ તેણે પોતાની જિજ્ઞાસાને લખવાની શરૂઆત કરી અને માત્ર 11 મહિનામાં એક પુસ્તક લખી નાંખ્યું . જે હાલ ડિજિટલ પ્લેટફોર્મમાં વેચાઈ પણ રહી છે . એક માતા તરીકે અમને ગર્વ છે કે તેની જિજ્ઞાસાને તેણે યોગ્ય દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે. ભવિષ્યમાં તે શું કરશે એ તો અત્યારથી ખબર નથી પરંતુ દેશનું નામ રોશન કરે અને એક જવાબદાર નાગરિક બને તેવી અમારી ઈચ્છા છે.


વંદેભારત ટ્રેનને વલસાડ પાસે ફરી અકસ્માત, મોટી દુર્ઘટના થતા રહી ગઈ