Surat News સંદીપ વસાવા/સુરત : સુરત જિલ્લામાં વધુ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. પાપ છુપાવવા નવજાત બાળકીની હત્યા કરી દફનાવી દેવામા આવી હતી. બે સંતાનના પિતાએ મામા ફોઈની યુવતીને ગર્ભવતી બનાવી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના કડોદરા વિસ્તારમાં હેવાન પિતા દ્વારા પોતાની એકની એક દીકરીને મટન કાપવાના છરા વડે ૨૦ વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાની હૃદય કંપાવનારી ઘટનાની હજી સ્યાહી સુકાઈ નથી. ત્યાં વધુ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. કામરેજના ઘલા ગામે રહી ખેમજૂરી કરતા મામા ફોઈના દીકરા અને દીકરીઆ અનૈતિક શારીરિક સંબંધ બાંધતા યુવતીએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં બંને પરિવારે પાપ છુપાવવા નવજાત બાળકીને જીવતી દાટી દઈ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર ઘટનાની જાણ યુવતીના ભાઈને થતા તેણે કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરતા કામરેજ પોલીસ ઘલા ગામે દોડી જઈ ગૌચરની જમીનમાં દાટેલી મૃત નવજાત બાળકીને બહાર કાઢી હતી. 


પ્રેમી સાથે દીકરીને જોઈ ગયેલી માતાને દીકરીએ જ મોતને ઘાટ ઉતારી, ઘરના CCTV બંધ કરી ખેલ


કામરેજના ઘલા ગામ ખાતે પીન્ટુભાઈની વાડીમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના વતની જયવત કનુભાઈ બારૈયા પિતા કનુભાઈ માતા ગજરાબેન ભાઈ જીતુ તેમજ 20 વર્ષીય વર્ષાબેન સાથે રહી મજૂરી કામ કરે છે. પરિવારમાં 20 વર્ષીય બહેન વર્ષાને 26 મી મે ના રોજ પેટમાં દુખાવો ઉપડતા તેને તડકેશ્વર ખાતેની શીફા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઈ હતી. જ્યાં ડોકટરે સોનોગ્રાફી કરતા બહેન વર્ષાને નવેક માસનો ગર્ભ હોવાનું તારણ આવ્યું હતું. વર્ષાને તેના ભાઈ જયવંતે ગર્ભ ધારણ વિશે પૂછતાં તેણે ઘલા ગામમાં જ રહી ખેતમજૂરી કરતા ફુવાના છોકરા મુનેશ સાથે બાંધેલા શારીરિક સંબંધના કારણે ગર્ભ હોવાનું કહ્યું હતું. 


નીતિન પટેલની કારકિર્દી પૂર્ણવિરામ નહિ મૂકાય, લોકસભા ચૂંટણીમાં સોંપાઈ આ મોટી જવાબદારી


બીજી તરફ ઘલા ગામ ખાતે અશોકભાઈની વાડીમાં રહેતા અને મૂળ મહુવા તાલુકાના વતની ફુવા પ્રતાપભાઈ ગોહિલ, ફોઈ ધનુબેન તેમજ તેમનો પુત્ર મૂનેશ ઉર્ફે મુન્નો પ્રતાપ ગોહીલ સાથે પારિવારિક સંબંધ હોઈ તેઓ એકબીજાના ઘરે આવતા જતા હતા. બહેન વર્ષા ફુવાના દીકરા મુનેશ દ્વારા ગર્ભવતી બનતા જયવંતે તેમની ફોઈ ધનુબેનને વાત કરતા તેઓ જયવંતના ઘરે ગયા. રાતના નવેક વાગ્યે વર્ષાને પેટમાં દુખાવો ઉપડતા ઘલા ગામના મધુ ઉર્ફે મધલીબેન નામના દાયણ મારફતે પ્રસૂતિ કરાવતા વર્ષાને બાળકીને જન્મ આપ્યો હતો. 


આ વર્ષનું ચોમાસુ 11 આની રહેશે, પ્રાચીન વિદ્યાના 56 આગાહીકારોએ કરી ચોમાસાની આગાહી


બંને પરિવારની આબરૂ ન જાય અને સમાજમાં બદનામ ન થાય તે માટે રાત્રે એક વાગ્યાના આસપાસ નવજાત બાળકીને લઈ વર્ષાબેનના પિતા કનુભાઈ, ફોઈ ધનુબેન અને ફોઈનો દીકરો મુનેશ ઉર્ફે મુન્નો પ્રતાપભાઈ ગોહિલ સહિત ત્રણેયે ઘલા ગામની ગૌચરની જમીનમાં ખાડો ખોદી નવજાત બાળકીને જીવતી દાટી દીધી હતી. બાદમાં ત્રણેય જયવંતના ઘરે જતા જયવંતે નવજાત બાળકી વિશે પૂછતાં તેમણે બાળકીને જીવતી દાટી દીધી હોવાનું જણાવ્યું હતું. આજ બાબતે યુવતીના ભાઈ જયવંતએ કામરેજ પોલીસ મથકે જાણ કરી હતી. અને ત્યાર બાદ પોલીસે સમગ્ર મામલે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


સમગ્ર ઘટના અંગે જયવંત કનુભાઈ બારૈયાએ કામરેજ પોલીસ મથકે ગુનો નોંધવતા કામરેજ પોલીસે ગુનામાં સામેલ કનુ કાબાભાઈ બારૈયા, મુનેશ ઉર્ફે મુન્નો પ્રતાપભાઈ ગોહિલ, ધનુબેન પ્રતાપભાઈ ગોહીલ સામે ગુનો દાખલ કરી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


એક નેતા મારા કરોડો રૂપિયા ચાઉં કરી ગયા, ભાજપના સાંસદ રામ મોકરિયાના આરોપથી ખળભળાટ