ચેતન પટેલ/સુરત :સુરત મહાનગર પાલિકા સંચાલિત સમિતિની સ્કૂલમાં છેલ્લા 3 વર્ષથી એડમિશન માટે ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાં આ વર્ષે 1400 ની કેપેસિટી સામે 4042 અરજી આવી છે. આ સ્કૂલમાં ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી આધુનિક સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેને લઈને વાલીઓ આ સ્કૂલમાં એડમિશન લેવા તલપાપડ બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે સરકારી અથવા તો સમિતિની સ્કૂલોમાં બાળકોને અભ્યાસ અર્થે મૂકતા પહેલા વાલીઓમાં કચવાટ જોવા મળતો હોય છે. જો કે સુરતની શિક્ષણ સમિતિની ઉતરાણ સ્થિત સ્કૂલ નંબર 354માં સ્કૂલમાં એડમિશન માટે લાઈનો લાગે છે. છેલ્લા ત્રણેક વર્ષથી સારા શિક્ષણના કારણે આ સરકારી શાળા ખાનગી સ્કુલના વિદ્યાર્થીઓને સતત ખેંચી રહી છે. અહી વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે આતુર હોય છે. એક જ બિલ્ડીંગમાં ચાલતી બે પાળીની શાળા મળીને કુલ 1400 વિદ્યાર્થીઓની સંખ્યા છે. પરંતુ હાલમાં પ્રવેશ માટે 4042 થી વધુ વિદ્યાર્થીઓ આવતાં અહી ડ્રો કરીને પ્રવેશ આપવો પડી રહ્યો છે. 


આ પણ વાંચો : દાહોદમાં રાહુલ ગાંધીનો હુંકાર, ભાજપે અમીર-ગરીબના બે ભારત બનાવ્યા, અમે નાગરિકો-આદિવાસીઓને તેમનો હક અપાવીશું


કોરોના હોવાથી વેકેશન પહેલાં જ ગુગલ ફોર્મ સોશ્યલ મીડિયા મારફતે મોકલ્યા હતા. આ લિંકના આધારે લોકોએ ફોર્મ ભરીને પતર મોકલ્યા હતા. તે ફોર્મની સંખ્યા 4042 થી વધુ થઈ ગઈ છે. આ શાળાનું શિક્ષણનું સ્તર ખાનગી શાળા કરતાં પણ સારૂ હોઈ વાલીઓ પોતાના બાળકોને આ સ્કુલમાં પ્રવેશ અપાવવા માટે વધુ આગ્રહ રાખતા હોય છે. સ્કુલના શિક્ષકો ખાનગી સ્કુલ કરતાં પણ સારી રીતે શિક્ષણ આપી રહ્યાં છે અને તે પરિણામ સારૂ આવતું હોવાથી વાલીઓ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવે છે. આ સાથે અહીં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને ભણાવવામાં આવતા હોય છે. સ્માર્ટ બોર્ડ સહિતની તમામ સુવિધા અહીં બાળકોને આપવામાં આવે છે. એટલુ જ નહિ, પુસ્તકો, જમવાનો ખર્ચ તેમજ આવન જાવન માટે ખર્ચ પણ સ્કૂલ દ્વારા ચૂકવવામાં આવે છે.


આ પણ વાંચો : ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર થયો હુમલો, ઈજાગ્રસ્ત સિંગરને હોસ્પિટલ લઈ જવાઈ  


વાલીઓનું માનવું છે કે ઘણાં વખતથી શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર સુધરતું રહ્યું છે. સરકાર અને પાલિકા દ્વારા જે સુવિધા આપવામાં આવે છે તે સાધનોનો ઉપયોગ કરીને શિક્ષકો વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપી રહ્યાં છે. શિક્ષણ સમિતિનું સ્તર સતત સુધરતું હોવાથી લોકો પોતાના બાળકોને ખાનગી સ્કુલમાંથી શિક્ષણ સમિતિની સ્કુલમાં અભ્યાસ માટે મૂકી રહ્યાં છે. આચાર્ય અને નિરીક્ષકો પણ બાળકોને સમિતિની સ્કુલમાં ભણાવે છે. 


ઓનલાઈન એડમિશનના ઇન્ચાર્જ રમાબેન કહે છે કે, સમિતિની શાળાના ધો.1માં પ્રજ્ઞા પ્રોજેક્ટ ચાલે છે. ઉપરાંત સમિતિની સ્કુલમાં વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર આપવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ પણ ઘણો સારો થાય છે. આ ઉપરાંત સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓને દિલ લગાવીને અભ્યાસ કરાવી રહ્યાં છે ઉપરાંત શિક્ષણ સમિતિ અપડેટ થઈ રહી છે.   


આ પણ વાંચો : 


સુરતના જાહેર શૌચાલયોમાં જતા પહેલા સો વાર વિચારજો, અંદર થાય છે ગંદુકામ