• આ સ્કૂલમાં ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી આધુનિક સુવિધા પૂરી પાડવામાં આવે છે

  • હાલમાં પ્રવેશ માટે 3500થી વધુ વિદ્યાર્થીઓ આવતાં અહી ડ્રો કરીને પ્રવેશ આપવો પડી રહ્યો છે


ચેતન પટેલ/સુરત :સુરત મહાનગરપાલિકા સચાલીત ઉત્રાન સમિતિની સ્કૂલમાં છેલ્લા 3 વર્ષથી એડમિશન માટે ઘસારો જોવા મળી રહ્યો છે. આ વખતે કોરોનાની મહામારીને લઈને એડમિશન પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી હતી. જેમાં આ વર્ષે 1600 ની કેપેસિટી સામે 3500 અરજી આવી હતી. આ સ્કૂલમાં ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી આધુનિક સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેને લઈને વાલીઓ આ સ્કૂલની પસંદગી કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે સરકારી અથવા તો સમિતિની સ્કૂલોમાં બાળકો ને અભ્યાસ અર્થે મૂકતા પહેલા વાલીઓમાં કચવાટ જોવા મળતો હોય છે. જોકે સુરતની સમિતિની ઉતરાણ સ્થિત સ્કૂલ નંબર 334 માં એડમિશન માટે લાઈનો લાગતી હોય છે. છેલ્લા ત્રણેક વર્ષથી સારા શિક્ષણના કારણે ખાનગી સ્કુલના વિદ્યાર્થીઓને સતત ખેંચી રહી છે. એક જ બિલ્ડીંગમાં ચાલતી બે પાળીની શાળા મળીને કુલ 1600 વિદ્યાર્થીઓની સંખ્યા છે. પરંતુ હાલમાં પ્રવેશ માટે 3500થી વધુ વિદ્યાર્થીઓ આવતાં અહી ડ્રો કરીને પ્રવેશ આપવો પડી રહ્યો છે.


આ પણ વાંચો : સાપના લિસોટા જેવો દેખાતો આ પુલ ગુજરાતની શાન બન્યો, જે સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર છે


કોરોના હોવાથી વેકેશન પહેલાં જ ગુગલ ફોર્મ સોશ્યલ મીડિયા મારફતે મોકલ્યા હતા. આ લિંકના આધારે લોકોએ ફોર્મ ભરીને પતર મોકલ્યા હતા. તે ફોર્મની સંખ્યા 3500થી વધુ થઈ ગઈ હતી. આ શાળાનું શિક્ષણનું સ્તર ખાનગી શાળા કરતાં પણ સારું હોય વાલીઓ પોતાના બાળકોને આ સ્કૂલમાં પ્રવેશ અપાવવા માટે વધુ આગ્રહ રાખતા હોય છે. સ્કુલના શિક્ષકો ખાનગી સ્કુલ કરતાં પણ સારી રીતે શિક્ષણ આપી રહ્યાં છે અને તે પરિણામ સારૂ આવતું હોવાથી વાલીઓ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવે છે. 


મહત્વની વાત એ છે કે, શાળાનું શિક્ષણ તો સારું જ છે, પરંતુ ગત વર્ષે કોરોનાના કારણે જે રીતે લોકોના ધંધા રોજગાર ચોપટ થઈ ગયાં છે. તેના કારણે બાળકોને મોંધી ફીવાળી ખાનગી સ્કુલમાં ભણાવવા મુશ્કેલ બની રહ્યાં છે. આવક ઘટી છે. પરંતુ ફી ઘટી ન હોવાથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ સાથે અહીં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને ભણાવવામાં આવતા હોય છે. સ્માર્ટ બોર્ડ સહિતની તમામ સુવિધા અહીં બાળકોને આપવામાં આવે છે. ચોપડા, જમવાનું તેમજ અવરજવર માટે ખર્ચ પણ સ્કૂલ દ્વારા ચૂકવવામાં આવે છે.


આ પણ વાંચો : કળિયુગી કપૂત!! વૃદ્ધ પિતાને રસ્તા પર ઢસડીને હેવાન પુત્રએ માર માર્યો, શોકિંગ Video 



શિક્ષણ સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વખતથી શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર સુધરતું રહ્યું છે. સરકાર અને પાલિકા દ્વારા જે સુવિધા આપવામાં આવે છે તે સાધનોનો ઉપયોગ કરીને શિક્ષકો વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપી રહ્યાં છે. શિક્ષણ સમિતિનું સ્તર સતત સુધરતું હોવાથી લોકો પોતાના બાળકોને ખાનગી સ્કુલમાંથી શિક્ષણ સમિતિની સ્કુલમાં અભ્યાસ માટે મૂકી રહ્યાં છે. આચાર્ય અને નિરીક્ષકો પણ બાળકોને સમિતિની સ્કુલમાં ભણાવે છે.


સમિતિની શાળાના ધો.1 માં પ્રજ્ઞા પ્રોજેક્ટ ચાલે છે. આ ઉપરાંત સમિતિની સ્કુલમાં વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર આપવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ પણ ઘણો સારો થાય છે. આ ઉપરાંત સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓને દિલ લગાવીને અભ્યાસ કરાવી રહ્યાં છે ઉપરાંત શિક્ષણ સમિતિ અપડેટ થઈ રહી છે.