Surat News સુરત : સુરતમાં એક મહિલા શિક્ષિકાને એક યુવાન સાથે ફોન પર મેસેજ કરવાનું ભારે પડી ગયું હતું. પ્રેમાંધ બનેલા સુરતના ઉતરાણના એક યુવાને હદ વટાવી હતી. તેણે શિક્ષિકાને કહ્યું કે, ‘તારા હાલ ગ્રીષ્મા જેવા કરી નાંખીશ.’ ત્યારે શિક્ષિકાને આવી ધમકી આપતા યુવકને કતારગામ પોલીસે જેલના સળિયા ગણતો કરી દીધો હતો. શિક્ષિકા 6 વર્ષથી યુવાનના સંપર્કમાં હતી, અને યુવક તેને લગ્ન કરવા દબાણ કરતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતાર ગામમાં રહેતી 26 વર્ષીય એક યુવતી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. યુવતી અમરોલી ઉતરાણ પાસેના કીર્તિનગરમાં રહેતા શૈશવ ગુર્જર નામના યુવકના સંપર્કમાં આવી હતી. યુવતીના મામાનું ઘર તેના ઘર પાસે હોવાથી તે બંને આવજા કરતા હતા. બંને વચ્ચે મિત્રતા બની હતી. પરંતુ યુવતીએ યુવક સાથે મિત્રતા પૂરતા જ સંબંધ રાખ્યા હતા. તેણે પ્રેમ સંબંધ બાંધવાની ના પાડી હતી. 


અંબાલાલ પટેલની ચોમાસા વિશે મોટી આગાહી : બસ, 24 કલાકમાં ગુજરાતમાં વાદળો મંડરાશે


યુવતીની સગાઈ નવસારીમાં થઈ હતી. તો બીજી તરફ, શૈશવની સગાઈ અંકલેશ્વરમાં નક્કી થઈ હતી, પરંતુ તે એક મહિનામાં જ તૂટી ગઈ હતી. પોતાની સગાઈ તૂટી જતા શૈશવે યુવતી પાસે આવીને પ્રેમ સંબંધ રાખવા કહ્યુ હતું. પરંતુ યુવતીએ ના પાડી હતી. શૈશવે તેને સંબંધ રાખવા દબાણ કર્યું હતું, પરંતુ યુવતીએ તેને સ્પષ્ટ ના પાડી હતી. 


આ બાદ શૈશવે યુવતીને ધમકી આપી હતી કે, જો તું સગાઇ કરીશ તો વરાછામાં બનેલી ગ્રીષ્માની ઘટનાનું પુનરાવર્તન હું તારી સાથે કરીશ અને તે પણ તારી સગાઇ થયાના પંદર દિવસની અંદર તૈયારી રાખજે. સાથે જ શૈશવે યુવતીને તેની સાસરીવાળાને પોતાની સાથેના ફોટો બતાવીને તેની સગાઈ તોડી નાંખવાની પણ ધમકી આપી હતી. 


નડિયાદમાં પહેલા વરસાદમાં કોલેજની બસ ફસાઈ, વિદ્યાર્થીઓને બારીમાંથી બહાર કઢાયા, PHOTOs


આમ, યુવતી ગભરાઈ ગઈ હતી. તેણે પોતાના પરિવારજનોને આ વિશે વાત કરી હતી. જેથી અંતે કતારગામ પોલીસે ફરિયાદ નોંધાવી હતી. તેના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં શૈશવની અટકાયત કરી હતી. 


ગુજરાતમાં શિક્ષણનું આ છે સૌથી ડરામણું સત્ય, 30 વિદ્યાર્થીઓ સામે એક જ શિક્ષક