અંબાલાલ પટેલની ચોમાસા વિશે મોટી આગાહી : બસ, 24 કલાકમાં ગુજરાતમાં વાદળો મંડરાશે

Gujarat Weather Forecast : રાજ્યમાં આજે સવારે 6થી 10 વાગ્યા સુધી 50 તાલુકામાં વરસાદ....સૌથી વધુ ગોધરામાં ખાબક્યો 4 ઈંચ....ડેસરમાં 3, આણંદ, કાલોલ, હાલોલ અને ઉમરેઠમાં 2-2 ઈંચ વરસાદ....

અંબાલાલ પટેલની ચોમાસા વિશે મોટી આગાહી : બસ, 24 કલાકમાં ગુજરાતમાં વાદળો મંડરાશે

Ambalal Patel Prediction : મુંબઈમાં આજે ચોમાસું આવી ગયું છે. સમગ્ર મહારાષ્ટ્ર વરસાદની રાહ જોઈ રહ્યું છે તેવા સમયે ઘણી જગ્યાએ વરસાદ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ત્યારે ગુજરાતમાં પણ ચોમાસા માટે સારા વાવડ આવી ગયા છે. આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં વરસાદે દસ્તક આપી છે. ત્યારે ચોમાસાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી કે, ગુજરાતમાં આગામી 24 કલાકમાં ચોમાસું બેસી જશે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. ત્યારે અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરેલી આ આગાહી ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર છે. 

આ દિવસથી વરસાદ વધશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવશે. 25 તારીખથી ધીમે ધીમે ચોમાસું બેસશે અને 26 તારીખથી ધડબડાટી બોલાવશે. આ દિવસો બાદ નદીઓ બે કાંઠે વહેતી થશે. હાલ મધ્ય ગુજરાતમાં વરસાદ છે, પરંતુ ધીરે ધીરે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ પહોંચી જશે. 

મધ્ય ગુજરાતમાં વરસાદની એન્ટ્રી 
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. એમાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. દાહોદમાં પણ વરસાદના કારણે નદી-નાળામાં નવી નીરની આવક થઈ છે. પહેલા વરસાદમાં દેવગઢ બારિયાની પાનમ નદી છલકાઈ છે. દાહોદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે.  તોખેડાના તમામ તાલુકાઓમાં વરસાદ છે. યાત્રાધામ ડાકોરમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે છોટાઉદેપુરના પાવી જેતપુર અને બોડેલીમાં મેઘરાજાએ મહેર કરી. સારો વરસાદ આવતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.

4 કલાકમાં 50 તાલુકામાં વરસાદ 
હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર, રાજ્યમાં સવારે 4 કલાકમાં 50 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના ગોધરામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. તો વડોદરાના ડેસરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. આણંદ શહેરમાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના કાલોલ, હાલોલમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. આણંદના ઉમરેઠ તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. 11 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.  

પંચમહાલમાં ભારે વરસાદ 
પંચમહાલમાં આજ સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. પંચમહાલના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. સતત વરસાદના કારણે નદી-નાળામાં પાણીની આવક થઈ છે. તો વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.પંચમહાલના હાલોલ-શામળાજી રોડ પર વીજપોલ ધરાશાયી થતા રોડ બ્લોક કરવાની ફરજ પડી છે. ભારે વરસાદના અને પવનના કારણે વીજપોલ ધરાશાયી થયો હતો. તો બીજી તરફ ગોધરા માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાઈ ગયા. તેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news