Parents Warning : સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. સુરતના વરાછા વિસ્તારના ચોક વિસ્તારના એક મકાનમાં કિશોરી મકાનની ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. ધો.10 ની વિદ્યાર્થીની ગેલેરીમાંથી ઊંધા માથે નીચે પટકાઈ હતી. જેના CCTV ફૂટેજ બહુ જ ડરાવના છે. સુરતમાં ઘરની ગેલરીમાં પગ સ્લિપ થતાં કિશોરી ફુટબોલની જેમ ઉછળીને ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. લોહીલુહાણ દીકરીને જોઈ માતા પણ ત્યા ઢળી પડી હતી. ત્યારે કિશોરીની ગેલેરીમાંથી પડવાની ઘટના CCTV માં કેદ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગી ચોકમાં આવેલી સોસાયટીમાં બન્યો બનાવ
સુરતનો આ કિસ્સો તમારા રુંવાડા ઉભા કરી દે તેવો છે. કાચાપોચા લોકો પણ ન જોઈ શકે તેવી આ ઘટના છે. બન્યું એમ હતું કે, શનિવારના રોજ બનેલી આ ઘટના છે. સુરતના વરાછા વિસ્તારમાં તુલસી પાર્ક સોસાયટી આવેલી છે. તુલસી પાર્કમાં નીચે કેટલાક વૃદ્ધો બેસ્યા હતા, તે સમયે અચાનક ઉપરથી એક કિશોરી નીચે બોલની જેમ પડી હતી. આ જોઈ વૃદ્ધો ચોંક્યા હતા, અને તેઓએ જોયુ કે, ત્રીજા માળથી એક કિશોરી નીચે પટકાઈ હતી. આ જોઈ વૃદ્ધો ચોંકી ગયા હતા. 


અમદાવાદમાં બે બેવડાઓએ નશામાં લથડિયા ખાતા બાઈક ચલાવ્યું, જાગૃત કારચાલકે બનાવ્યો વીડિય


 


એક સ્કૂટર પર 6 યુવકોની સવારી, સુરતીઓમાં જોખમી Reels બનાવવાનો ગાંડો શોખ જાગ્યો


સદનસીબે કિશોરીનો જીવ બચી ગયો હતો. કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ ત્યારે તેણીનું માથું સીધું નહોતું પટકાયું પરંતુ હાથ પહેલા રોડ પર અથડાયા હતા. જેથી હાથમાં વધારે ઈજા છે. માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ છે. જે સીધું માથું અથડાયું હોત તો કદાચ કિશોરીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોત.


મહત્વના સમાચાર : આ લોકોને નહિ મળે બિપોરજોય વાવાઝોડાની સરકારી સહાયનો લાભ