સુરતમાં બૂટલેગરો અને ગેમ્બલરો વચ્ચે ભયાનક ગેંગવોર, `વડાપાંઉ` એ તલવાર ઉછાળી!
સુરતના માન દરવાજા ખટોદરા કોલોની ખાતે આવેલી ગાંધીનગર વસાહતમાં રહેતા બંટી સતીશ પટેલના બનેવી અને માથાભારે છાપ ધરાવતા અન્નુના નાનાભાઈ રોની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રોની પર માન દરવાજા રેલ રાહત કોલોની પાસે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.
ચેતન પટેલ/સુરત: શહેરમાં ફરી એક વખત ગેંગવોરનું ગંભીર પરિણામ સામે આવ્યું છે. બૂટલેગરો અને ગેમ્બલરો વચ્ચે થયેલી ગેંગવોરમાં માથાભારે યુવકના બંને હાથના કાંડા કાપી નાખવામાં આવ્યા છે. સુરતના માથાભારે છાપ ધરાવતા અન્નુના ભાઈ ઉપર તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સલાબતપુરા પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પિતા-પુત્ર સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના માન દરવાજા ખટોદરા કોલોની ખાતે આવેલી ગાંધીનગર વસાહતમાં રહેતા બંટી સતીશ પટેલના બનેવી અને માથાભારે છાપ ધરાવતા અન્નુના નાનાભાઈ રોની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રોની પર માન દરવાજા રેલ રાહત કોલોની પાસે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. કાનજી ઉર્ફે કાનો મેઘજી ગીલાતર અને તેના બે દીકરા રોહિત ઉર્ફે રાહુલ અને રાહુલ ઉર્ફે વડાપાઉં દ્વારા તલવાર ઝીંકવામાં આવી હતી. માન દરવાજા ખાતે ગેમ્બલર છાપ ધરાવતા બાપ-દીકરા હુમલો કરી ભાગી છૂટ્યા હતા.
ગુજરાતના આ વિસ્તાર સહિત શહેરમાં કાશ્મીર જેવી સ્થિતિ! છેલ્લા 15 વર્ષથી અમલમાં છે...'
આ જીવલેણ હુમલામાં અન્નુના નાનાભાઈ રોનીના બંને કાંડા કાપી નાખવામાં આવ્યા હતા. તલવાર વડે જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા બાદ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા રોનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતાં સલાબતપુરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટના અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સલાબતપુરા પોલીસે પિતા પુત્ર સહિત 3 લોકોની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા હતા.
ઊંટડીના દૂધનો પ્રથમ પ્લાન્ટ શરૂ, દુબઇ-પાકિસ્તાન નથી કરી શક્યું તે કચ્છે કરી દેખાડ્યુ
ઉલ્લેખનીય છે કે રોનીના મિત્ર કોમલ ઢક્કનના રૂપિયા બાબતે રોની અને રાહુલ વડાપાઉં વચ્ચે રકઝક થઈ હતી, જેની અદાવત રાખી કાનજી અને તેના બે પુત્ર રોહિત તથા રાહુલે તલવારના આડેધડ ઘા માર્યા હતા, જેમાં રોનીના બંને હાથના કાંડા કપાઈ ગયા હતા.