ચેતન પટેલ/સુરત: હાલ શહેરમાં એક ચા વાળા કાકાની ચર્ચાએ જોર પકડયું છે. 68 વર્ષીય નટુભાઈ વસાવાની ચા સાથોસાથ તેમની લારી લોકોના આકર્ષણ કેન્દ્ર બની છે, કારણ કે આ નાની લારીમાં લાઈટ ચલાવવા માટે તેઓએ સોલાર પેનલ લગાવી છે. જેના કારણે દર મહિને 1000 થી 1500 રૂપિયાની બચત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉધના વિસ્તારમાં જય રામ જી ટી સેન્ટર ચલાવનાર નટુ વસાવાને લોકો ચા વાળા કાકા તરીકે બોલાવે છે. છેલ્લા 35 વર્ષથી તેઓ અહીં ચાની લારી ચલાવી રહ્યા છે. મહિના પહેલા અચાનક તેમના એક નિર્ણયના કારણે દર મહિને તેઓ હજાર રૂપિયાથી લઇને અઢી હજાર રૂપિયાની બચત કરી રહ્યા છે. 


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ફરી તૂટી શકે છે ગુજરાત કોંગ્રેસ! જાણીતા બિલ્ડર છોડી શકે છે સાથ!


આમ તો તેમની લારી ખૂબ જ નાની છે. જેનાથી તેઓ પોતાના પરિવારનું ગુજરાણ ચલાવે છે. પરંતુ તેમના વિચાર શિક્ષત લોકોને પણ વિચારવા પર મજબૂર કરી દે એવા છે. 8 મહિના પહેલા પોતાની લારી પર એક નાની સોલાર પેનલ લગાવી છે. જેના કારણે લારીની  લાઇટ અને નાનો પંખો ચાલે છે.


ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરના નારી ચોકડી પાસે આવેલી એક હોટલમાં ચા બનાવતો એક વ્યક્તિ પોતાના અલગ અંદાજ અને આવડતથી લોકોમાં આકર્ષણ જમાવી ચા સાથે મનોરંજન પણ પૂરું પાડી રહ્યો છે. પોતાના અલગ અંદાજમાં તે ઉકળતી ચા ની તપેલી ને સીધી હાથેથી પકડી સાથે કરાઓકે પર અવનવા જૂના ગીતો ગાતા ગાતા ચા બનાવે છે. એક હાથમાં માઈક અને બીજા હાથમાં ઉકળતી ચાની તપેલીમાથી ચા ઉછાળતી જોઈ લોકો તેને જોતા જ રહી જાય છે. ચાયવાલાની આ સ્ટાઈલને જોવા અને ચા પીવા દૂર દૂર થી લોકો અહીં આવતા હોય છે. 


PM Modi visit Vadodara: PM મોદી ફરી 18મી જૂને આવશે ગુજરાત, જાણો શું હશે તેમનો સમગ્ર કાર્યક્રમ?


લોકો પોતાના દિવસની શરૂઆત ચાની ચુસ્કીથી કરતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જેઓ દિવસ દરમિયાન વારંવાર ચાનો આનંદ માણે છે. આજકાલ દરેક વ્યવસાયમાં સ્પર્ધા ઘણી વધી ગઈ છે, તેથી લોકો તેમના વ્યવસાયને પ્રમોટ કરવાનો પ્રયાસ કરે છે. અને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે ઘણા અવનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે, અને જેમાં તેઓ સફળ પણ થાય છે. ભાવનગર શહેરની નારી ચોકડી પર આવેલી એક રેસ્ટોરન્ટમાં સંજીવ સિંહા નામનો વ્યક્તિ રાત્રે 10 વાગ્યાથી સવાર સુધી ચા વેચે છે. પણ તે એવા અંદાજમાં ચા બનાવે છે, જેને જોવા અને તેના હાથે બનેલી ચા પીવા લોકોની લાઈન લાગે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube