ઝી બ્યુરો/સુરત: શહેરમાં એક હચમચાવી નાંખે તેવી એક ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક દોઢ મહિનાના બાળકને ઝેરી દવા પીવડાવી માતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બાદ માતા અને બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીએ હણ્યો ગુજરાતમાં કોરોના! આજે નવા કેસ અને એક્ટિવ કેસમાં સૌથી મોટો ઘટાડો


આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના પાંડેસરા વિસ્તારમાં બનેલી ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં એક જનેતાએ પોતાની 17 મહિનાની બાળકીને ઝેરી દવા પીવડાવી માતાએ પણ મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બાદ માતા પુત્રીને સારવાર માટે નવી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 


ગુજરાતનો દરિયો કિનારો ફરી ચર્ચામાં! આ વખતે કંઈક એવું મળ્યું કે એજન્સીઓની ઉંઘ હરામ


આ ઘટના બાદ તાત્કાલિક આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. જેમાં ઘર કંકાસમાં આ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. બીજી બાજુ 17 મહિનાની પુત્રીને PICUમાં દાખલ કરવામાં આવી છે, જયારે માતાને G 2 વોર્ડમાં ખસેડવામાં આવી છે. હાલમાં બંને માતા પુત્રી સારવાર હેઠળ છે.


ગાંધીનગર ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટો ખુલાસો, 17 આરોપીઓએ વિદેશમાં લીધી હતી ટ્રેનિંગ