ગુજરાતનો દરિયો કિનારો ફરી ચર્ચામાં! આ વખતે તો કંઈક એવું મળ્યું કે એજન્સીઓની થઈ ઉંઘ હરામ

શનિવારે ભુજના જખૌ કિનારેથી દુર ખીદરત બેટ પર અફ્ઘાન પ્રોડક્ટ લખેલા ત્રણ પેકેટ મળી આવ્યા બાદ આજે ફરી એકવખત ચરસ ઝડપાયું છે.

ગુજરાતનો દરિયો કિનારો ફરી ચર્ચામાં! આ વખતે તો કંઈક એવું મળ્યું કે એજન્સીઓની થઈ ઉંઘ હરામ

ઝી બ્યુરો/કચ્છ: ગુજરાત દેશનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવે છે. દરિયા કિનારો દેશની સુરક્ષાને લઇને પણ મહત્વનું સ્થાન ધરાવે છે. તેવામાં કચ્છના દરિયા કિનારેથી નશા અથવા ભારતને નુકશાન પહોંચાડવાનો સામાન ઘૂસાડવાનાં કાવતરા દુશ્મન દેશો દ્વારા કરવામાં આવે છે. જેને સિલસિલો આજે પણ યથાવત છે. શનિવારે ભુજના જખૌ કિનારેથી દુર ખીદરત બેટ પર અફ્ઘાન પ્રોડક્ટ લખેલા ત્રણ પેકેટ મળી આવ્યા બાદ આજે ફરી એકવખત ચરસ ઝડપાયું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કચ્છના જખૌ દરિયા કિનારા પાસેથી ફરી ચરસ પકડાતા ખળભળાટ મચી ગયો છે. ઈબ્રાહિમ બેટ પાસેથી ચરસના વધુ 10 પેકેટ મળ્યા છે. આ સાથે જ 10 દિવસમાં જ BSFને કુલ 27 પેકેટ મળ્યાં હોવાનો ખુલાસો થયો છે. જોઇન્ટ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે ભુજના જખૌ કિનારેથી દુર ખીદરત બેટ પર અફ્ઘાન પ્રોડક્ટ લખેલા ત્રણ પેકેટ મળી આવ્યા હતા. જખૌમાંખી નશાનો સામાન મળી આવવાનો સિલસિલો લાંબા સમયથી ચાલી રહ્યો છે. જો કે, ભારતીસ સુરક્ષા એજન્સીઓ સતર્ક હોવાના કારણે દુશ્મન દેશોના મનસુબા દર વખતે પાણી ફેરવાઇ રહ્યું છે.

તાજેતરની ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, 22 એપ્રિલના રોજ બીએસએફ અને મરીન પોલીસ તથા સ્ટેટ ઇન્ટેલિજન્સની ટીમોને ભુજના જખૌ કિનારાના ખીદરત બેટ પરથી ત્રણ ચરસના પેકેટ મળી આવ્યા હતા. મળી આવેલા પેકેટનું વજન પ્રતિ પેકેટ એક કિલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તમામ પેકેટ પ્લાસ્ટીકમાં કરવ કરીને રાખવામાં આવ્યા હતા. અને તેના પર કેમેરૂન લખ્યું હતું.

આ પ્રકારનું જોઇન્ટ ઓપરેશન 21 એપ્રિલના રોજ પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખીદરત બેટમાંથી ચરસના 2 પેટેટ મળી આવ્યા હતા. 21, એપ્રિલના રોજ સાંજે તપાસ સંસ્થાને સફળતા મળી હતી. આ પેકેટ પર અફ્ઘાન પ્રોડક્ટ લખેલું હતું. બીએસએફ તથા અન્ય તપાસ એજન્સીઓએ પેકેટ રીકવર કરી આ દિશામાં વધુ ભાળ મેળવવાના પ્રયત્નો તેજ કરી દીધા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news