પ્રશાંત ઢીવરે/ સુરત: સુરતમાં પાડોશમાં રહેતી મહિલાએ પાડોશીના ઘરમાં હાથફેરો કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આરોપી મહિલાએ પુત્રની સ્કૂલ ફી ભરવા ગીરવે મૂકેલા દાગીના છોડાવવા સોના દાગીનાની ચોરી હતી. ચોરીની ઘટનાને અંજામ આપનાર મહિલાની મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક માએ ભરેલા આ પગલાંની ટીકા થઈ છે પણ સાથે સાથે પોલીસ કાર્યવાહી પણ જરૂરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અ'વાદમાં 1 લાખથી વધારે વાહનો જાય છે તે રોડ કાયમી ધોરણે થશે બંધ, આ છે વૈકલ્પિક રસ્તો


સુરતના વરાછા વિવેકાનંદ સોસાયટી ખોડીયાર એપાર્ટમેન્ટમાં કાંતીભાઈ પરષોતમભાઈ નાઈ પરિવાર સાથે રહે છે.ગઈ તારીખ ૨૩/૦૨/૨૦૨૪ થી તારીખ ૨૭/૦૨/૨૦૨૪ સુધી તેઓ અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા.જેથી તેમનું ઘર બંધ હતું. આ દરમ્યાન તેમના ઘરમાંથી ચોરી થઇ હતી.પરિવાર પ્રસંગ પૂર્ણ કરી ઘરે પહોચ્યો ત્યારે ઘરમાં વસ્તુઓ અસ્તવ્યસ્ત દેખાતા ચોરી થઇ હોવાની શંકા ગઈ હતી જેથી તેમને ઘરમાં તપાસ કરી હતી ત્યારે ઘરમાં પલંગમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું.


15 દિવસમાં PM એ ગુજરાતીઓને આપી 1.15 લાખ કરોડની ભેટ, મોદી ફરી આવશે ગુજરાત


ફરિયાદી કાંતીભાઈ પરષોતમભાઈ નાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરુ કરી હતી.ત્યારે તપાસ દરમ્યાન પાડોશમાં રેહતી મહિલા પ્રીતીબેન શેલેશભાઈ વાવડીયા પર શંકા જતા તેને વરાછા પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી ત્યારે તે ભાંગી પડી હતી અને પોતે જ બાજુના ઘરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.


કોંગ્રેસમાં હવે કોણ બચ્યા, કોનાં રાજીનામા: કોંગ્રેસના 'કોમનમેને' પણ છોડ્યો હાથનો સાથ


પોલીસ પૂછપરછમાં આરોપી મહિલાએ જણાવ્યું હતું કે તેનો દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે જેથી તેની ફી ભરવા પોતાના સોનાના દાગીના ગીરવી મુક્યા હતા જે દાગીના છોડાવવા માટે નાણાની જરૂરીયાત હતી જેથી તેને ચોરીનો  પ્લાન બનાવ્યો હતો. ફરિયાદીની પત્નીએ આરોપી મહિલાને ચોરીની ઘટના પહેલા જણાવ્યું હતું કે અમે લગ્ન પ્રસંગમાં વતન જવાના છે જેથી આરોપી મહિલાએ ચોરીનો પ્લાન ગડી કાઢ્યો હતો.


'દાદાની તબિયત હવે સારી નથી રહેતી જેથી તેમને રિટાર્યડ કરી દેજો', ભરૂચમા વર્ચસ્વનો જંગ


આરોપી મહિલાએ પહેલા ફરિયાદીની પત્નીને જણાવ્યું કે મારા ઘરનું લોક ખરાબ થઇ ગયું છે મને તમારું લોક આપો મારે બહાર જવું છે જેથી ફરિયાદીની પત્નીએ લોક આપ્યો હતો જેની ચાવી મહિલાએ લઇ જઈ ડુપ્લીકેટ ચાવી બનાવડાવી લીધી હતી અને જ્યારે પરિવાર લગ્ન પ્રસંગે ગયો ત્યારે ઘરમાં પ્રવેશી સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી લીધી હતી...આરોપી મહિલાએ રોકડ અને સોનાના દાગીના મળી ૭૬ હજારથી વધુના મુદામાલની ચોરી કરી હતી.


Home,કાર, પર્સનલ લોનની અલગ-અલગ EMI ભરવાથી મેળવો છુટકારો, સિંગલ પેમેન્ટથી કરો ચુકવણી


સમગ્ર મામલે વરાછા પોલીસે ફરિયાદના આધારે આરોપી મહિલાને મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.