ખળભળાટ! ગુજરાતભરમાં 1 હજારથી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી, આરોપી આ રીતે બનાવતો શિકાર
આરોપી instagram પર કપડાની પોસ્ટ અપલોડ કરી ગ્રાહકો પાસેથી ઓનલાઈન ઓર્ડર લઈ પૈસા પડાવી લેતો હતો પૈસા પડાવ્યા બાદ માલના આપી ગ્રાહકોના મોબાઈલ નંબરો બ્લેક લિસ્ટમાં નાખી દેતો. સમગ્ર ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીનું કારસ્તાન સામે આવ્યું છે.
ચેતન પટેલ/સુરત: રાજ્યવ્યાપી 1 હજારથી વધુ લોકો સાથે ઓનલાઈન કરોડની છેતરપીંડી કરનાર આરોપીની ખટોદરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી instagram પર કપડાની પોસ્ટ અપલોડ કરી ગ્રાહકો પાસેથી ઓનલાઈન ઓર્ડર લઈ પૈસા પડાવી લેતો હતો પૈસા પડાવ્યા બાદ માલના આપી ગ્રાહકોના મોબાઈલ નંબરો બ્લેક લિસ્ટમાં નાખી દેતો. સમગ્ર ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીનું કારસ્તાન સામે આવ્યું છે.
આ બેજાબાજ ધોરણ 10 ભણેલો છે. ભેજાબાજે સુરત જ નહીં પરંતુ અલગ અલગ રાજ્યમાં પણ લોકો સાથે ઓનલાઈન કરોડોની છેતરપિંડી કરી છે. 26 વર્ષીય આરોપી સુપિયાન સાજીદ રંગોલીવાલા શહેરના ગોપીપુરા ખાતે આવેલ મોમનાવાડ પાલ કોમ્પલેક્ષમાં રહે છે. આરોપીએ 1000 થી વધુ મહિલાઓ સાથે ઓનલાઇન છેતરપિંડી કરી છે. આરોપી instagram પર લેડીઝવેરના આધુનિક કપડાં, બેગ, બાળકોની સાઇકલ સહિત વગેરે લિંક સાથેની પોસ્ટ કરી મહિલાઓના મોબાઈલ નંબર મેળવી લેતો હતો. અલગ અલગ મોબાઈલ ફોનમાં આ નંબર સેવ કરી whatsapp મેસેજ બ્રોડ કાસ્ટ કરી લોભામણી જાહેરાત કરતો હતો.
અનેક મહિલાઓ આરોપીના લોભામણીમાં આવી ઓર્ડર આપી દેતા હતા અને ઓનલાઈન ક્યુઆર કોડથી પેમેન્ટની ચુકવણી કરતા હતા. પેમેન્ટ ચુકવણી કર્યા બાદ ઓર્ડર આપેલો માલ નહીં મળતા આરોપીને મહિલાઓ દ્વારા ફોન લગાવવામાં આવતો હતો ત્યારે પોતાનો નંબર આરોપીએ બ્લેક લિસ્ટ માં નાખી દીધો છે. પોતે છેતરાઈ ગયા છે તે જાણ થતી હતી.
આરોપીએ છેલ્લા બેથી અઢી વર્ષમાં 1થી વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આરોપી પાસેથી અલગ અલગ કંપનીના કુલ 32 મોબાઇલ ફોન, આઈસીઆઈસી બેંકની 12 ચેકબુક, google પે તથા ફોન પે ના 18 ક્યુઆર કોડ,7 ડેબિટ કાર્ડ, અલગ અલગ કંપનીના 39 સિમ કાર્ડ, 12 બેંક એકાઉન્ટ સહિત એક કોમ્પ્યુટર, રાઉટર મળી આવ્યું છે. બેન્ક એકાઉન્ટની તપાસ કરતા આરોપીએ કરોડો રૂપિયાનું ટ્રાન્સલેશન કર્યું હોવાનું સામે આવ્યું છે.
આરોપી વિરુદ્ધ ઓનલાઇન છેતરપિંડીના અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશન, લાલ ગેટ પોલીસ સ્ટેશન સહિત અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાય છે. સાથે જ દિલ્હી અને રાજસ્થાનમાં પણ આરોપીએ ઓનલાઈનછેતરપિંડી કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. એટલું જ નહીં આરોપી પાસેથી 25 હજાર લોકોના ડેટા મળી આવ્યા છે.
હાલ તો સમગ્ર મામલે ખટોદરા પોલીસે આરોપી સુપિયાન સાજીદ રંગોલીવાલા વિરુદ્ધ છેતરપિંડીનો ગુના નોંધી રૂપિયા રોકડ 40 સહિત 2 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.