સાવધાન! ઘરના પાર્કિંગમાં રાત્રે ઇ-બાઇક ચાર્જિંગ કરો છો? તો વાંચી લેજો આંખ ઉઘાડનારો કિસ્સો
જો કે ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોચે તે પહેલા જ રહીશોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમાં ઇલેક્ટ્રિક બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયી હતી.
ચેતન પટેલ/સુરત: શહેરના સરથાણા ખાતે વહેલી સવારે ઇલેક્ટ્રિક બાઈક ચાર્જીગમાં મૂકી પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો આ દરમ્યાન ઇલેક્ટ્રિક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. પાડોશીઓએ બુમાબુમ કરતા ઘરના સભ્યો જાગી ઘરની બહાર આવી ગયા હતા.
બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જો કે ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોચે તે પહેલા જ રહીશોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમાં ઇલેક્ટ્રિક બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયી હતી.
આ રીતે ભણશે ગુજરાત? ગુજરાતની દીકરીઓ કારની ડેકીમાં બેસી સ્કૂલે જવા મજબૂર, VIDEO વાયરલ
સુરતના સરથાણા શાંતિવન રો હાઉસ વિભાગ- ૨ પાસે રહેતા સંજય ભાઈ વેકરીયાએ વહેલી સવારે પોતાની ઇલેક્ટ્રિક બાઈક ચાર્જીંગમાં મૂકી હતી અને ત્યારબાદ ઇલેક્ટ્રિક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને અહી અફરાતફરી મચી જવા પામી હતી. બાઈકમાં આગ લાગ્યા બાદ પાર્કિગમાં આગ પ્રસરી હતી જેને લઈને સોસાયટીના રહીશોના જીવ તાળવે ચોટયા હતા.
લો બોલો! ગુજરાતમાં હવે અહીં અંતિમ સંસ્કાર કરવા મોંઘા બન્યા! 20%નો વધારો ઝીંકાયો
બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોચે તે પહેલા જ રહીશોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગમાં ઇલેક્ટ્રિક બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયી હતી.
ગુજરાતમાં ભાજપે કયા પ્લાનિંગથી માધવસિંહનો રેકોર્ડ તોડ્યો એ પાટીલે કરી દીધો ખુલાસો...
સંજયભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે સવારે ૫.૩૦ વાગ્યાની આસપાસ મારી ઇલેક્ટ્રિક બાઈક ચાર્જીગમાં મૂકીને અમે સુઈ ગયા હતા અને ત્યારબાદ સવારે ૭ વાગ્યાની આસપાસ ગાડીની બેટરીમાં આગ લાગી હતી. અને આગ પ્રસરી ગયી હતી. આગ લાગતા જ પાડોશીએ બુમાબુમ કરી હતી જેથી અમે સફાળા જાગીને ઘરની બહાર આવીને જોયું તો પાર્કિગમાં રહેલી બાઈકમાં આગ ભભૂકતી હતી જેથી મેં તાત્કાલિક ઘરમાંથી છોકરાઓ અને પત્નીને ઘરની બહાર કાઢી લીધા હતા અને ત્યાં સુધીમાં આગ પાર્કિગમાં રહેલી મીટર પેટી સુધી પહોચી ગયી હતી.
અંબાલાલ પટેલની આગાહી: શું ગુજરાતમાં ગરમી, સમુદ્રમાં હલચલ અને વાવાઝોડા કહેર મચાવશે?
જેથી અમે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને બાદમાં ઇલેક્ટ્રિક પાવર કટ થયો ત્યારે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ઘરની ઉપર પણ બે વ્યક્તિઓ સુતા હતા તેઓનો પણ જીવ જોખમમાં હતો. આગ આખા પાર્કિંગમાં પ્રસરી હતી ગયી હતી અને મીટર પેટી બળી ગયી હતી અને ધુમાડાના કારણે આખું ઘર કાળું થઇ ગયું હતું.